ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢ મહાનગર સેવા સદન ધ્વારા મહાનગરપાલિકા, આઝાદ ચોક, કચેરી ખાતે વર્ષાઋતુને ઘ્યાને લઈ સ્ટ્રીટલાઈટ શાખા ક્ધટ્રોલ રૂમ ફોન.નં. 0285 – 2624452 કાર્યરત કરવામાં આવેલ છે. તેમજ 0285-2656475 અને 0285-2654730 ક્ધટ્રોલ રૂમ રાઉન્ડ ધ કલોક શરૂ કરવામાં આવેલ છે. આપતીઓનું વ્યવસ્થાપન તથા લાઈટ, પાણી, રસ્તા, ગટર, વૃક્ષો પડી જવા, વરસાદી પાણી ભરાવા વિગેરેની ફરીયાદો આ ક્ધટ્રોલરૂમ ખાતે નોંધવામાં આવશે અને તેના તાત્કાલીક નિકાલ અંગેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ક્ધટ્રોલરૂમ ખાતે મહાનગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓની રાઉન્ડ ધ કલોક ફરજ સોંપણી કરવામાં આવેલ છે. તેમજ ક્ધટ્રોલ રૂમ ખાતે જરૂરી સાધન સામગ્રીની વ્યવસ્થા કરાયેલ છે.
- Advertisement -
જૂનાગઢ મનપા દ્વારા વરસાદી સિઝનને ધ્યાને લઈ શરૂ કરાયેલા આ ક્ધટ્રોલ રૂમ ખાતે ફોન નં. 0285-2624452, 0285-2626475 અને 0285-2654730 કાર્યરત છે. ત્યારે શહેરીજનોએ આ ફોન નંબર પર ચોમાસા દરમ્યાન કોઈ આપતી હોય ત્યારે 0285-2655220 પર ફરીયાદ નોંધાવવા તેમજ આ અન્વયે ટોલ ફ્રી નંબર 24સ7 પણ શરૂ કરવામાં આવેલ છે. જેના નંબર 1800 233 3171 છે. જનસંપર્ક શાખાની અખબારી યાદીમાં જણાવાયુ છે.