ખાસ-ખબર ન્યૂઝ કેનેડા, તા.3
કેનેડાની સરકારે ભારત સહિત અન્ય દેશોમાંથી આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નવા નિયમ બનાવ્યા છે. આ નિયમ હેઠળ હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અઠવાડિયામાં માત્ર 24 કલાક કોલેજ કેમ્પસની બહાર કામ કરી શકશે. આ નિયમ સપ્ટેમ્બરથી લાગુ કરાયો છે.જેને કારણે ભારતીય વિદ્યાર્થીઓને ટોરોન્ટો જેવા મોંઘા શહેરોમાં રહેવાનો ખર્ચ કાઢવામાં મુશ્ર્કેલી પડશે. અગાઉ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને 20 કલાકથી વધુ સમય માટે કેમ્પસની બહાર કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. કેનેડા સરકારના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને કેમ્પસની બહાર દર અઠવાડિયે 20 કલાકથી વધુ કામ કરવાની મંજૂરી આપતી હંગામી પોલિસી 30 એપ્રિલના રોજ સમાપ્ત થઈ. જો કે હવે આગળ તેને લંબાવવામાં આવશે નહીં.” તેમણે વધુમાં કહ્યું હતું કે, “અમારો ઉદ્દેશ્ર્ય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અઠવાડિયે કામ કરતા કલાકો ઘટાડવાનો છે, જેથી તેઓ પોતાના અભ્યાસમાં ધ્યાન આપી શકે.
વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીની સરકારે દેશમાં ઈઘટઈંઉ-19 મહામારી દરમિયાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કામના કલાકો પરની 20-કલાકની મર્યાદા હટાવી હતી. કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ માટે સૌથી પ્રિય જગ્યાઓમાંથી એક છે. કેનેડિયન બ્યુરો ફોર ઈન્ટરનેશનલ એજ્યુકેશનના 2022ના રિપોર્ટ અનુસાર, કેનેડામાં 3,19,130 ભારતીય વિદ્યાર્થીઓ હતા. અહીંની કોલેજો અને યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે. મિલરે કહ્યું, “અહીં આવતા કોઈપણ વિદ્યાર્થીએ અહીં અભ્યાસ કરવા આવવું જોઈએ. વિદ્યાર્થીઓને અઠવાડિયામાં 24 કલાક સુધી કામ કરવાની મંજૂરી આપવાનો અર્થ છે કે તેઓ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. કેમ્પસની બહાર કામ કરવાથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કામનો અનુભવ અને પોતાનો ખર્ચો કાઢવામાં મદદ મળે છે. કેનેડાએ અઠવાડિયામાં માત્ર 24 કલાક કામનો નિયમ લાગુ કરતા ભારતીય વિદ્યાર્થીઓને ટોરોન્ટો જેવા મોંઘા શહેરોમાં રહેવાનો ખર્ચ કાઢવામાં મુશ્ર્કેલી પડશે. કેનેડાએ અઠવાડિયામાં માત્ર 24 કલાક કામનો નિયમ લાગુ કરતા ભારતીય વિદ્યાર્થીઓને ટોરોન્ટો જેવા મોંઘા શહેરોમાં રહેવાનો ખર્ચ કાઢવામાં મુશ્ર્કેલી પડશે. જે વિદ્યાર્થીઓ દર અઠવાડિયે 28 કલાકથી વધુ કામ કરે છે તેમનું ભણવાનું બગડે છે. મોટાભાગના દેશો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ દરમિયાન કેટલા કલાક કામ કરી શકે તેની મર્યાદા નક્કી કરે છે. ઓસ્ટ્રેલિયાએ પણ હાલમાં તેની નીતિમાં ફેરફાર કર્યો છે. અહીં દરેક વિદ્યાર્થીને બે અઠવાડિયામાં 48 કલાક કામ કરવાની છૂટ છે. અમેરિકામાં પણ, વિદ્યાર્થીઓએ કેમ્પસની બહાર કામ કરવાની મંજૂરી આપતા પહેલા વધારાના માપદંડોને પૂર્ણ કરવા પડશે.