જયેશના બંને પાસપોર્ટ જમા છે: વિદેશ ડુપ્લીકેટ પાસપોર્ટ ઉપર પહોંચ્યો!

ખાસ-ખબરને સુત્રોએ આપેલી માહિતી મુજબ જયેશ પટેલ જામનગરથી ભાગીને ડુપ્લીકેટ પાસપોર્ટ ઉપર આફ્રિકા ગયો હતો અને ત્યાં થોડો સમય રહ્યા બાદ દુબઇ ગયો હતો. ત્યાં પણ એકાદ વર્ષ રહ્યા બાદ તે હાલ લંડનમાં રહેતો હોવાનું જણાવ્યું હતું અને ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવવામાં એક ઉચ્ચ અધિકારીએ મદદ કરી હોવાનું ચર્ચાય છે
સૂત્રો મુજબ બે અલગ-અલગ ગુન્હામાં જયેશ પટેલ પાસપોર્ટ મુંબઈ અને જામનગર પોલીસ પાસે જમા છે ત્યારે ડુપ્લીકેટ પાસપોર્ટથી પ્રથમ તે આફ્રિકા ગયો હતો અને ત્યાં એક વર્ષ રોકાયા બાદ આફ્રિકાથી પોતાનો નવો ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવી દુબઇ અને વિદેશમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે અને વિદેશથી જામનગર જિલ્લાનું ગેંગવોર ચલાવી રહ્યો છે.

શું IG સંદીપ સિંહની મીઠી નજર તળે ચાલ્યા ગોરખધંધા?

સાંસદ પરિમલ નથવાણીએ પોતાની ટ્વિટમાં રેન્જ આઇજી સંદીપ સિંહ વિરુદ્ધ એકદમ સ્પષ્ટ આક્ષેપો કર્યા છે. તેમના આક્ષેપો પર ધ્યાન આપવું પડે તેવી સ્થિતિ છે. સવાલ એ છે કે જામનગરમાં જયેશ પટેલ આટલી હદે ગોરખધંધા કરે છે એ અંગે સંદીપ સિંહને જાણ શા માટે ન થઇ? અને જો જાણ હતી તો જયેશ વિરુદ્ધ આકરાં પગલાં કેમ ન લેવાયા? કોઇ જ રેન્જ આઇજી ક્યારેય પોતાના વિસ્તારની આવી બાબતોથી અજાણ ન હોઇ શકે અને જાણકારી હોવા છતાં નિષ્ક્રિય રહેવા પાછળ આઇજી સંદીપ સિંહ પાસે ચોક્કસ કોઇ ‘જબરદસ્ત કારણો’ હોવા જોઇએ.
મીડિયા સાથેની વાતચીતમાં પણ નથવાણીએ સ્પષ્ટ કહ્યું છે કે,જામનગરના વેપાર-ઉધોગ આલમમાં ડર છે! નથવાણીએ કરેલા ઉચ્ચારણોનું એક આગવું વજન છે.સવાલએ છે કે, એમને આઈ.જી સિંહ પાર મુકેલા ગંભીર આરોપોની તાપસ થશે? શું તેઓ દોષિત ઠર્યે તેમને સજા મળશે?

ઇરફાન શેખ પાસે જયેશનો નંબર ક્યાંથી આવ્યો?

જયેશ પટેલ અને ભાજપના ઈરફાન શેખ વચ્ચે બે વાર વાતચીત થાય છે તે પણ 8 મિનિટ સુધી. બંને વાર ઈરફાબ સેખજ જયેશ પટેલ ને ફોન કરે છે ત્યારે ગુજરાતના પોલીસ જેને શોધી રહી છે.તે જયેશ પટેલ નો મોબાઇલ નંબર ઈરફાન શેખ પાસે ક્યાંથી આવ્યોમ જો પોલીસમાં દાનત હોય તો માત્ર ઈરફાન શેખને જો દબોચી લઇ આકરી સરભરા રવામાં આવે તો જયેશની કુંડળી મળી શકે છે. બબ્બે વાર ફોન કરીને ઇરફાને જયેશ સાથે વાતચીતનો ઓડિયો વાઇરલ થતાં આ આખું પ્રકરણ ગરમ બની ગયું હતું.

શું હકુભાને રિલાયન્સ સાથે વાંધો પડ્યો છે?

સૂત્રોએ આપેલી માહિતી મુજબ જામનગર જિલ્લામાં ભાજપને અંદરો અંદર જ ભંગાણ છે તે ઉપરાંત હકુભાને જયેશ પટેલ સાથે ગાંઠ મિત્રતા હોવાના કારણે તેઓ જયેશનો પક્ષ લેતા હોવાથી ચર્ચાએ પણ જામનગર જિલ્લામાં જોર પકડ્યું છે તે ઉપરાંત અનેક કોન્ટ્રાક્ટરોમાં હકુભાને રિલાયન્સ સાથે વાંકુ પડ્યું હોવાથી આ ‘વોર’ તેજદાર બની હોવાનું ચર્ચામાં રહ્યું છે.

મને બદનામ કરવાના પ્રયત્નો : હકુભા

રાજ્યમંત્રી હકુભા જાડેજાએ શનિવારે 11 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ કરીન જણાવ્યું હતુ કે, જયેશ પટેલની સામે મારા ઉપર જે આક્ષેપો થઇ રહ્યા છે તે પાયા વિહોણા અને મને બદનામ કરવા માટે આ પ્રયત્નો થઇ રહ્યા છે. તે ઉપરાંત આવા ગુંડા તત્વો સાથે મારા નામને જોડીને મને બદનામ કરવા હીન પ્રયાસ કરવામાં આવતો હોવાની હકુભા જાડેજાએ પત્રકારો સમક્ષ સ્પષ્ટતા કરી હતી.