‘નવાનગર ટાઇમ્સ’માં જયેશ પટેલે નથવાણી વિરુદ્ધ સિરિઝ ચાલુ કરી હતી

અખબારમાં છપાવવા બ્રેક મારવા કેન્દ્રએ કડક અધિકારીની નિમણૂક કરતા પરિમલને ત્રણવાર ટ્વિટર પર લખવું પડ્યું
જયેશ પટેલનું અખબાર ’નવાનગર ટાઈમ્સ’માં પરિમલ નથવાણી વિરુદ્ધ જેમ ફાવે તેમ લખવાનું શરુ કર્યું હતું જેમાં પહેલા અંકમાં રિલાયન્સના વાઇસ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીના નામકરણવાળા રોડની જ દુર્દશા છે. જામનગરની ભાગોળે આવેલી મહાકાય રિલાયન્સ કંપનીના પ્રદુષણના કારણે આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારોની હાલત ખરાબ હોવાના અહેવાલ બાદ જામનગરમાં રિલાયન્સના જિયોના નેટવર્કમાં ધબડકો થતાં દેકારો બોલી ગયાના સમાચાર છાપવાનું શરૂ કરતા રિલાયન્સ કંપનીનું આબરુનું ધોવાણ થઈ રહ્યું હતું. આ પ્રકરણ અટકાવવા માટે પરિમલ નથવાણીએ અનેક ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી છતાંય કોઇ પરિણામ નહીં આવતા માત્ર 8 દિવસ પહેલા જ આવેલા SPની બદલી કરી તેના સ્થળે IPS દીપન ભદ્રનને બેસાડતાં જ ત્રણ વાર તેને આવકારની ટ્વિટ કરી હતી. એક ટ્વિટમાં તો પરિમલ નથવાણીએ રેન્જ આઈ.જી સંદીપસિંહ કોઈ કામ નથી કરતા હોવાનું ચોખ્ખું લખી નાખ્યું હતું તેનો મતલબ એ છે કે અગાઉ પરિમલ નથવાણીને રેન્જ આઈ.જી સાથે ચર્ચા વિચારણા કરી હવે તેમાં કોઈ યોગ્ય પગલાં નહિ લેવાતા આ યુદ્ધ છેડાયું હોવાતું જાણકારોએ જણાવ્યું હતું.