જયા બચ્ચને પોતાની પૌત્રી નવ્યા નવેલી નંદા સાથે તેના પોડકાસ્ટ What The Hell Navya પર વાત કરતા ઘણી બોલ્ડ રિલેશનશિપ એડવાઈઝ આપી.
બોલિવુડની ફેમસ એક્ટ્રેસ જયા બચ્ચન પોતાની પૌત્રી નવ્યા નવેલી નંદા સાથે ખાસ બોન્ડ શેર કરે છે. જયા મોટાભાગે નવ્યાને લઈને પોતાનો મત ખુલીને સામે મુકે છે. હવે જયા બચ્ચને પોતાની પૌત્રીને કંઈક એવી રિલેશનશિપ એડવાઈઝ આપી છે. જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.
- Advertisement -
ફિઝિકલ રિલેશન પર શું બોલી જયા બચ્ચન?
જયા બચ્ચને પોતાની પૌત્રી નવ્યા નવેલી નંદા સાથે તેના પોડકાસ્ટ What The Hell Navya પર વાત કરતા ખૂબ બોલ્ડ રિલેશનશિપ એડવાઈસ આપી છે. જયા બચ્ચને કહ્યું કે કોઈ પણ રિલેશનશિપને લાંબા સમય સુધી ચલાવવા માટે ફિઝિકલ અટ્રેક્શન ખૂબ જ જરૂરી છે. જયાએ એવું પણ કહ્યું કે તેમના સમયમાં તે એક્સપેરિમેન્ટ ન હતી કરી શકી શકતી.
View this post on Instagram- Advertisement -
ફિઝિકલ રિલેશનશિપને લઈને કહી આ વાત
જયા બચ્ચને રિલેશનશિપમાં ફિઝિકલ રિલેશનશિપ હોવાને જરૂરી ગણાવ્યું છે. જયાએ કહ્યું કે કોઈ પણ સંબંધ ફક્ત પ્રેમ, ફ્રેશ એર અને એડજસ્ટમેન્ટ પર નથી ચાલતો. જયા બચ્ચને એ પણ કહ્યું કે જો નવ્યા નવેલી લગ્ન કર્યા વગર માતા બને છે તો તેમને તેનાથી કોઈ પ્રોબ્લેમ નહી થાય.
અમારા જમાનામાં…..
જયા બચ્ચને રિલેશનશિપ પર પોતાનો મંતવ્ય આપતા કહ્યું- મારૂ આવું બોલવા પર ઘણા લોકોને આપત્તિ થશે. પરંતુ ફિઝિકલ અટ્રેક્શન અને કમ્પેટિબિલિટી બન્ને ખૂબ જ જરૂરી છે. આપણા ટાઈમમાં આ એક્સપેરિમેન્ટ ન હતા કરી શકતા.
પરંતુ આજેની જનરેશન કરે છે અને કેમ ના કરે? જો ફિઝિકલ રિલેશનશિપ જ નહીં હોય તો કોઈ પણ લંબંધ લાંબા સમય સુધી નહીં ટકી શકે. તમે ફક્ત પ્રેમ, ફ્રેશ એર અને એડજસ્ટમેન્ટના ભરોસે ન ચાલી શકો. મારૂ માનવું છે કે આ ખૂબ ખૂબ જરૂરી છે.
View this post on Instagram
યંગ જનરેશનના સંબંધ પર જયાએ કહી આ વાત
જયાએ કહ્યું- અમે આ ક્યારેય ન હતા કરી શકતા. અમે આ વિશે વિચારી પણ ન હતા શકતા. પરંતુ મારા બાદની યુવા પેઢી, શ્વેતાની પેઢી, નવ્યાની પીઢે અલગ છે. જયા બચ્ચનના યંગ જનરેશનને પણ રિલેશનશિપ એડવાઈસ આપી. તેણે કહ્યું- આજના રિલેશનશિપમાં ઈમોશન્સ અને રોમાંસની કમી હોય છે.
મને લાગે છે કે તમારે પોતાના બેસ્ટ ફ્રેંડ સાથે લગ્ન કરવા જોઈએ. તમારા સારા મિત્રો હોવા જોઈએ. તમારા મિત્રોની સાથે આ ડિસ્કસ કરવું જોઈએ. જો તમે મિત્રને પસંદ કરો છો તો તમારે તેમને કહેવું જોઈએ- “હું ઈચ્છુ છું કે આપણા બેબી હોય કારણ કે હું તને પસંદ કરુ છું. મને લાગે છે કે તમે સારા છો, તો ચલો લગ્ન કરીએ. કારણ કે આજ સમાજનું કહેવું છે.” મને કોઈ સમસ્યા નહી થાય જો વગર લગ્નએ પણ આપણું બાળક થાય.
View this post on Instagram
જયા બચ્ચને રિલેશનશિપને લઈને પોતાનું મંતવ્ય પૌત્રી નવ્યા અને દિકરી શ્વેતા બચ્ચન સાથે શેર કરી. નાનીની આ એડવાઈસને નવ્યા કેટલું ફોલો કરે છે એ તો ખબર નથી. પરંતુ જયા બચ્ચનની રિલેશશિપને લઈને તેનો બોલ્ડ વિચાર ચર્ચામાં છે.