સરકારી હોસ્પિટલ જસદણ ખાતે કોવિડ કેર સેન્ટરનો શુભારંભ સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના અધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા દ્વારા કરવામાં આવ્યો.

આ હોસ્પિટલ થી જસદણ વિછીયા વિસ્તારના લોકોને સરળતાથી કોરોના ની સારવાર મળી રહેશે. ડોક્ટર ભરતભાઇ બોઘરા દ્વારા જસદણ વિછીયા વિસ્તારના લોકોની સ્વાસ્થ્ય સુરક્ષા અને સુખાકારી માટે સરકારે લીધેલ નિર્ણય બદલ માનનીય વિજયભાઈ રૂપાણીની સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો