પ્રધાનમંત્રી અને પંડિત દિન દયાલ જન ઔષધિ કેન્દ્ર દ્વારા લોકોને છેતરવાનું કારસ્તાન : સરકારની ગાઇડ લાઇનની ઐસી-તૈસી

મેડિકલ સ્ટોર દ્વારા થતી છેતરપિંડીની જાણ કરતાં ઉલ્ટા ચોર કૌટલાવ કો ડાટે જેવો ઘાટ

‘અમારી જાણમાં આવું કશું નથી પુરાવા આપો, એક્શન લેશું’ – કલ્પેશ રાવલ

સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ લોન્ચ કરીને ગુજરાતની પ્રજાને મદદરૂપ થવાના પ્રયાસો કરવામાં આવે છે.ત્યારે દિલ્હી અને ગાંધીનગરથી શરુ થયેલી સેંકડો યોજનાઓમાં અનેક ભ્રષ્ટાચાર સરકારી કર્મચારીઓ તથા વચેટિયાઓ ચરી ખાઈ છે આવી જ ઘટના રાજકોટમાં સામે આવીછે ખરેખર જેનરિક મેડિકલના નામે છેતરપિંડીના હાટડાઓ ખોલીને ખુલ્લેઆમ રાજકોટની આમ પ્રજાને લૂંટી રહ્યા છે. ખાસ-ખબરની ટીમ દ્વારા અંદાજે છેલ્લા 10 દિવસથી રાજકોટમાં આવેલા જેનરિક મેડિકલ જેવા કે પ્રધાન મંત્રી જનઔષધિ કેન્દ્ર તથા પંડિત દીનદયાલ મેડિકલ સ્ટોર પર રિયાલિટી ચેક કરતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના નિયમની વિરુદ્ધ તો ક્યાંક જુના પ્રિસ્ક્રિપ્શન પર દવાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે

ઉલ્લેખનીય છે કે, જનઔષધિ કેન્દ્રના ગુજરાત કક્ષાના કલ્પેશ રાવલ નામના અધિકારીનો સંપર્ક સાધતા તેમને ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે જેવી સ્થિતિ ઉભી કરીને ડાહી ડાહી વાતો કરીને ખાસ-ખબરના રિપોર્ટરને જણાવ્યું હતું કે, આપ અમોને જણાવો કે ક્યાં આ પ્રકારનું વેચાણ થાય છે ને ક્યાં વધુ નફો રાખીને નિયમો વિરુદ્ધ વેચાણ થઈ રહ્યું છે.તો અમે એમના વિરુદ્ધ પગલાં લેશું.એક રાજ્ય કક્ષાના અધિકારી કે જે આવા મેડીકલોને ખોલવા માટેની પરવાનગી આપી રહ્યા હોય ને એજ અધિકારીને ખબર નહિ કે પરવાનગી આપ્યા પછી આવા લેભાગું મેડિકલ સંચાલકો કેવી રીતે દર્દીઓને લૂંટી રહ્યા છે અને દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. તથા આ અંગે ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશ્નર એચ.જી.કોશિયાનો સંપર્ક કરતા એમનો મોબાઈલ સ્વિચ ઓફ આવી રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં અને જિલ્લામાં આવેલા ખાનગી મેડિકલ સ્ટોર સંચાલકો પાસેથી વાર તહેવારે પ્રસાદીના રૂપમાં હપ્તો પડાવતા રાજકોટના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ જેનરિક દવાના આડમાં ધમ-ધમતા આવા મેડિકલ સ્ટોરને હજુ આગામી સમયમાં પ્રસાદી આરોગી પીઠબળ પૂરું પાડશે કે ગરીબ દર્દીઓ અને પ્રજા સાથે છેતરપિંડી કરનારા આવા જનઔષધિ સ્ટોર સંચાલકો સામે કડક કાર્યવાહી કરી યોગ્ય પગલાં ભરશે???

જનઔષધિ કેન્દ્રોમાં એક જ દવાના અલગ-અલગ ભાવ!

ખાસ-ખબર દ્વારા કરાયેલા રિયાલીટી ચેકમાં રાજકોટની બે અલગ અલગ મેડિકલ સ્ટોરમાંથી એક જ કંપનીની દવાના અલગ ભાવે વેચાણ કરતા નજરે પડ્યા હતાં. જેમાં એક સ્ટોરમાં રૂા.45થી વેચાણ થતું હતું. જયારે બીજા મેડિકલ સ્ટોરમાં તે જ કંપનીની દવાનું રૂા.70થી વેચાણ થતું હતું. તો પ્રશ્ર્ન એ થાય છે કે, સરકારી જ મેડિકલ સ્ટોરમાં એજ દવાના અલગ અલગ ભાવ લઇને લોકોને છેતરવાનું કારસ્તાન સામે તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવતા નથી. સાથે સાથે એવું પણ જાણવા મળ્યું છે કે, ઘણા લેભાગુ જન ઔષધિ કેન્દ્રમાં સ્ટોકમાં દવા હોવા છતાં પણ શહેરની લોકલ કંપનીની દવાઓ વેચીને પ્રજાને છેતરવાનું કામ કરી રહી છે.તો શું તંત્ર આની સામે પગલાં લેશે ?