જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સતત બે ટર્મથી લોકપ્રિય સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ ની વેસ્ટર્ન રેલવે યુઝર્સ કન્સલ્ટેટીવ કમીટીમાં નિમણુંક કરવામાં આવી હોય કેન્દ્ર સરકારશ્રી દ્વારા તેઓને સોંપવામાં આવતી મહત્વની જવાબદારીઓ માં વધુ એક યશકલગી ઉમેરાઇ છે
- Advertisement -
૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમની લોકપ્રિયતા તેમજ વ્યાપક લોકસંપર્ક અને ઉંડાણપુર્વકના પ્રજા જીવન અને તેમની પ્રગતી અને સુખાકારીની જરૂરીયાત અંગેના તલસ્પર્શી અભ્યાસ ની એક આગવી શૈલી સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજીનુ સઘન માર્ગદર્શન છે કે સંસદસભ્યો તેમના વિસ્તારના વિકાસ-પ્રગતિ માટે વધુ ને વધુ સક્રિય રહે તેનુ સંપુર્ણ પાલન કરવાની કટીબદ્ધતાના કારણે કેન્દ્ર સરકારશ્રી દ્વારા મહત્વની કમીટીઓમાં શ્રી પૂનમબેન નો સમાવેશ કરી વખતો વખત મહત્વની નિમણુંક આપવામાં આવી રહી છે અને એ દરેક નિમણુંકને ૧૨-જામનગર લોકસભાના સાંસદ શ્રી પૂનમબેન પુરતો ન્યાય આપી નિમણુંકને સાર્થક કરી રહ્યા છે તેવા પ્રતિભાવો મળી રહ્યા છે
તાજેતરમાં જ મીનીસ્ટર ઓફ પાર્લામેન્ટરી અફેર્સ દ્વારા સાંસદ શ્રી પૂનમબેન માડમ ની વેસ્ટર્ન રેલવે યુઝર્સ કન્સલ્ટેટીવ કમીટીમાં નિમણુંક થતા તેમને જામનગર અને દ્વારકા જિલ્લાથી માંડી ગુજરાતભરમાંથી તેમજ અન્ય રાજ્યો તેમજ નવી દિલ્હીમાંથી તેઓને ટેકેદારો-સગા-સ્નેહીઓ-વડીલો-સંતો-મહંતો- પ્રસંશકો-સમર્થકો- સંસદીય વિસ્તાર સહિતના અનેક જુદા જુદા વિસ્તારના નાગરીકો-મહિલા સંસ્થાઓ અને આગેવાનો-વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ વ્યવસાયીઓ-પક્ષના હોદેદારો અને કાર્યકર્તાઓ સહિત ઠેર ઠેર વ્યાપક જનસમુદાયમાંથી ઉમળકાભેર અભિનંદન અને શુભકામનાઓ પાઠવાઇ રહી હોવાનુ જાણવા મળ્યુ છે
હાલ સંસદના બજેટ સત્રમાં નવી દિલ્હીમાં હોવાની સાથે સાથે જામનગર અને દ્વારકા જિલ્લાઓના આમ જોઇએ તો ૧૨-સંસદીય એટલેકે ઓખાથી આમરણ સુધીના વિસ્તારની જે જે બાબતો અંગે કેન્દ્ર સરકારશ્રી તરફથી સુવિધાઓના નિર્ણય થવાના હોય તેવા તમામ વિષયો માટે પ્રજાજનોની જુદી જુદી રજુઆતોને કેન્દ્ર સરકારશ્રીના લગત વિભાગોમાં રૂબરૂ પહોંચાડવી તેમજ ત્યા પણ લોકોની મુલાકાત તેમજ રજુઆતો સાંભળવાની બાબતે તેઓ સતત સક્રિય રહેતા હોવાની બાબત તેમની લોકપ્રિયતાની પારાશીશી છે
- Advertisement -
ઉલ્લેખનીય છે કે તાજેતરની આ વેસ્ટર્ન રેલવે યુઝર્સ કન્સલ્ટેટીવ કમીટીના મેમ્બર તરીકેની નિમણુંક ઉપરાંત સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ કમીટી ઓન પબ્લીક અંડરટેકીંગ- સ્ટેન્ડીંગ કમીટી ઓન ઇન્ડસ્ટ્રી-સ્ટેન્ડીંગ કમીટી ઓન વુમન એમ્પાવરમેન્ટ- કન્સલ્ટેટીવ કમીટી ઓન મીનીસ્ટ્રી ઓફ સીવીલ એવીએશન- ઓલ ઇન્ડીયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ( એઇમ્સ-રાજકોટ) અને ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયન ના મેમ્બર તરીકે મહત્વની જવાબદારીઓ સંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમ સંભાળી રહ્યા છે
અહેવાલ:-સાગર સંઘાણી,જામનગર