– પૃથ્વી ધગવા માટે માનવસર્જિત ગ્લોબલ વોર્મીંગને જવાબદાર ઠેરવાયું
આ વર્ષે જુલાઈમાં દુનિયાની લગભગ 81 ટકા વસતી અર્થાત સાડા છ અબજ લોકોએ ભીષણ ગરમીનો સામનો કર્યો હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું છે. ચિંતાજનક વાત એ છે કે એક પછી એક વૈજ્ઞાનિક પુરાવા આપણી સમક્ષ આવી રહ્યા છે. જે સ્પષ્ટ કરે છે કે ગત જુલાઈ માસ માનવ ઈતિહાસ કે તેના પહેલાનાં કાલખંડથી પણ વધુ ગરમી હતી.
- Advertisement -
કલાઈમેટ સેન્ટ્રલ દ્વારા જાહેર એક રિપોર્ટમાં આ પુષ્ટિ કરાઈ છે કે જુલાઈ 2023 માં પૃથ્વીએ અત્યાર સુધીની સૌથી વધુ ગરમીનો ખિતાબ મેળવ્યો હતો.માનવ સર્જીત જલવાયુ પરિવર્તન-ગ્લોબલ વાયુએ દુનિયાભરના તાપમાનમાં અભૂતપૂર્વ વૃધ્ધિને પ્રોત્સાહન આપવામાં મોટી ભૂમિકા ભજવી છે. એક ખુબ જ શકિતશાળી એટ્રીબ્યુશન ટુલ કલાઈમેટ શિફટ ઈન્ડેકસ (સીએસઆઈ)નો ઉપયોગ કરીને કલાઈમેટ સેન્ટ્રલનાં વિશ્લેષણથી ચોંકાવનારો આંકડો બહાર આવ્યો છે.
જે મુજબ દુનિયાનાં 6.5 અબજથી વધુ લોકોએ જુલાઈમાં કમ સે કમ એક દિવસ એવા તાપમાનનો અનુભવ કર્યો જે જલવાયું પરિવર્તનના પ્રભાવોને લઈને એ સ્તરે પહોંચ્યો હતો. આ નિષ્કર્ષ આપણા દૈનિક જીવન પર જલવાયુ પરિવર્તનનાં વ્યાપક પ્રભાવની એક ગંભીર અસર રજુ કરે છે જે ચિંતાજનક છે.
10 જુલાઈ સૌથી વધુ ગરમ
લગભગ 2 અબજ લોકોએ જુલાઈમાં દરરોજ જલવાયું પરિવર્તનની ખૂબ જ તિવ્ર અસર અનુભવી હતી. 10 જૂલાઈ 2023 ના અત્યધિક ગરમીનું વૈશ્વિક જોખમ ચરમસીમાએ પહોંચી ગયુ હતું. જેનાથી દુનિયાનાં 3.5 અબજ લોકોને અસર થઈ. આ નિષ્કર્ષ બતાવે છે કે ગ્લોબલ વોર્મીંગ મામલે વૈશ્વિક કાર્યવાહી તાત્કાલીક કરવાની જરૂર છે.
- Advertisement -
ચીન, ઈરાનમાં પ્રચંડ ગરમી
જુલાઈ 2023 માં ચીનનાં પશ્ચિમી ઝીંજીયાંગમાં 53.3 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. ઈરાનનાં ફારસની ખાડી આંતર રાષ્ટ્રીય વિમાન મથક અધધધ 66.7 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. કૂવૈતે પણ અત્યધિક ગરમીનો સામનો કરવો પડયો હતો.
46 દેશો પર અસર
46 એશીયાઈ દેશોમાં સરેરાશ જુલાઈ સીએસઆઈ સ્તર 2.4 હતો. જે ક્ષેત્રમાં જલવાયુ પરિવર્તનના વ્યાપક પ્રભાવને દર્શાવે છે.