છેલ્લાં છ માસમાં 59 દેશોએ ભારતીય પાસપોર્ટ પર વિઝા ફ્રી એન્ટ્રીની સુવિધા આપી : જોકે સિંગાપોરનો પાસપોર્ટ દુનિયામાં પ્રથમ સ્થાને
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
એક તરફ અમેરીકા અને બ્રિટન તથા કેનેડા સહિતના દેશો ભારતીય પાસપોર્ટને વિઝા સહિતની પ્રક્રિયામાં વધુ ચકાસણીની સ્થિતિમાં મૂકે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા દેશના પાસપોર્ટની પ્રતિષ્ઠા વધારવા અને વધુને વધુ દેશો ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રી આપે તેવી સ્થિતિ સર્જતા જ બ્લુ પાસપોર્ટ કે જે ભારતનું પ્રતિક છે તેને દુનિયામાં પાસપોર્ટ રેન્કીંગમાં 85માંથી 77માં સ્થાને છલાંગ મારી છે.
છેલ્લા છ માસમાં જ આઠ સ્ટેપ આગળ વધનાર તે વિશ્વનો એક માત્ર પાસપોર્ટ બની ગયો છે. દુનિયાના તમામ પાસપોર્ટને એક રેન્કીંગ આપવામાં આવે છે જેતે દેશની એક પ્રતિષ્ઠા પણ ગણાય છે અત્યાર સુધી ભારતીય પાસપોર્ટ આ રેન્કીંગમાં સતત નીચે રહેતો હતો. પરંતુ વિશ્વના અનેક દેશોએ ભારતની પ્રગતિ અને આર્થીક સ્થિતિમાં જે વૈશ્વિક સ્તરે સુધારો થયો છે તેના કારણે 59 દેશોએ ભારતીય પાસપોર્ટ ઉપર વિઝા ફ્રી એન્ટ્રીને માન્યતા આપી છે.
આ દેશોમાં જતા ભારતીયોને એરપોર્ટ ઉપર જ વિઝા ફાળવી દેવાય છે. આ સન્માન અમેરીકા અને બ્રિટન જેવા દેશોને મળતું હતું. જોકે હજુ પણ સિંગાપોરનો પાસપોર્ટ દુનિયામાં સૌથી પાવરફુલ ગણાય છે જેના પર વિશ્વના 227માંથી 193 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળે છે.
એક તરફ અમેરીકા અને બ્રિટન તથા કેનેડા સહિતના દેશો ભારતીય પાસપોર્ટને વિઝા સહિતની પ્રક્રિયામાં વધુ ચકાસણીની સ્થિતિમાં મૂકે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા દેશના પાસપોર્ટની પ્રતિષ્ઠા વધારવા અને વધુને વધુ દેશો ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રી આપે તેવી સ્થિતિ સર્જતા જ બ્લુ પાસપોર્ટ કે જે ભારતનું પ્રતિક છે તેને દુનિયામાં પાસપોર્ટ રેન્કીંગમાં 85માંથી 77માં સ્થાને છલાંગ મારી છે.
છેલ્લા છ માસમાં જ આઠ સ્ટેપ આગળ વધનાર તે વિશ્વનો એક માત્ર પાસપોર્ટ બની ગયો છે. દુનિયાના તમામ પાસપોર્ટને એક રેન્કીંગ આપવામાં આવે છે જેતે દેશની એક પ્રતિષ્ઠા પણ ગણાય છે.
અત્યાર સુધી ભારતીય પાસપોર્ટ આ રેન્કીમાં સતત નીચે રહેતો હતો. પરંતુ વિશ્વના અનેક દેશોએ ભારતની પ્રગતિ અને આર્થીક સ્થિતિમાં જે વૈશ્વિક સ્તરે સુધારો થયો છે તેના કારણે 59 દેશોએ ભારતીય પાસપોર્ટ ઉપર વિઝા ફ્રી એન્ટ્રીને માન્યતા આપી છે.
- Advertisement -
આ દેશોમાં જતા ભારતીયોને એરપોર્ટ ઉપર જ વિઝા ફાળવી દેવાય છે. આ સન્માન અમેરીકા અને બ્રીટન જેવા દેશોને મળતું હતું. જોકે હજુ પણ સિંગાપોરનો પાસપોર્ટ દુનિયામાં સૌથી પાવરફુલ ગણાય છે જેના પર વિશ્વના 227માંથી 193 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળે છે.