ખાસ-ખબર સંવાદદાતા
ઉના શહેરમાં સ્વીટ એન નમકીનના વેપારીઓ છેલ્લા ઘણા સમયથી ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામેલ હતી. આ અંગે જીલ્લા ફૂડ ઇન્સ્પેક્ટર સાવલિયા દ્વારા ઉના શહેરમાં સ્વીટ એન્ડ નમકીન, ફરસાણની અલગ અલગ દુકાનોમાં તપાસ અર્થે પોહચી ગયેલા અને ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું. જેમાં શહેરમાં ટાવર ચોક, વિજય ટોકીઝ, બસસ્ટેશન સહીતના અલગ અલગ વિસ્તારોમાં આવેલ સ્વીટ એન્ડ નમકીન, ફરસાણની દુકાનો માંથી 25 જેટલા શંકાસ્પદ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે સ્વીટ એન્ડ નમકીનના વેપારી ઓમાં ભગવતી ફરસાણ (ટાવર ચોક)-5, જલારામ સ્વીટ એન્ડ નમકીન-7, વૃંદાવન ફરસાણ-5, ગોકુળ નમકીન -5, તેમજ ભગવતી નમકીન (બસ સ્ટેન્ડ) 3, આમ કુલ 25 સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ તકે ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા કલેકટ કરાયેલ સેમ્પલ લેબમાં મોકલી આપવામાં આવેલ છે. અને એક મહિના બાદ તે સેમ્પલનું રીપોર્ટ આવશે એવું જણાવેલ. પરંતુ શું ખરેખર કોઈ આકરા પગલા લેવામાં આવશે કે પછી ભીનું સંકેલાય જશે તેવું ચર્ચાઈ રહ્યું છે.
ઊનામાં જિલ્લા ફૂડ વિભાગના દરોડા, મીઠાઈ અને ફરસાણના નમૂના લેવાયા
