આ સપ્તાહમાં, ગ્રહોની ગોચર સ્થિતિ જોતાં લાગે છે કે…ભારતીય જનતા પાર્ટી અને મુખ્ય રાજકીય વિરોધ પક્ષો વચ્ચે ગજગ્રાહ ચાલતો રહે. સંસદમાં અને બહાર ગરમી જોવા મળે. વિશ્વ બજારમાં મંદી અને મોંઘવારીની અસર દેખાય. રશિયા સામે વિશ્ર્વના અન્ય દેશોનો વિરોધ જોવા મળે. વિચિત્ર હવામાનની અસર વધે.

મેષ (અ, લ, ઈ)
વધારે પડતું પરોપકારી કે માયાળુ બનવું તમરા માટે તકલીફ ભર્યું નિવડે . આ સમયગાળામાં નોકરી કે વ્યવસાયમાંથી સંતોષકારક સફળતાનો સમયગાળો છે. તમારો દૃષ્ટિકોણ, ભવિષ્ય અંગેના વિચારો અને બુલંદ આત્મવિશ્વાસ એ તમારાં જમા પાસાં રહેશે અને તેને તમે કાર્યાન્વિત કરીને સફળતા હાંસલ કરશો. કામ અને કામના આયોજનમાં તમારું ડહાપણ ઝળકશે. તમે તમારી પાસે પ્રાપ્ત છે તેવાં સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરશો. આવક કરતાં ખર્ચ વધી ન જાય તે જોતાં રહેવું. બુધવાર અને શુક્રવાર સાચવી લો તો, અઠવાડિયું સારું નિવડે.

વૃષભ (બ, વ, ઉ)
અત્યારની પરિસ્થિતિ જોતાં, તમે મુશ્કેલીમાંથી બહાર નીકળવામાં સફળ થશો. મહેનત કરશો તો, સફળતા આંગણ આવીને ઊભી રહે. આ સમયગાળામાં તમારે ધૈર્ય જાળવવાની અને બિનજરૂરી વિવાદોમાં ન પડવાની સલાહ છે. વર્તમાન સંજોગોને કારણે આર્થિક અને કૌટુંબિક ફેરફાર સર્જાશે, તમારે આર્થિક સંકટમાંથી નિકળવામાં થોડો સમય લાગશે. કોઈપણ પ્રકારના નવા વ્યાવસાયિક સોદાઓથી દૂર રહેવું. મહેનત કરવા વાળાને સફળતા અવશ્ય મળે છે – તે સૂત્ર ધ્યાનમાં રાખવું. મંગળવારે વાહન શાંતિથી ચલાવવું.

મિથુન (ક, છ, ઘ)
જો તમે વેપાર શરૂ કરી દીધો હોય તો, કામના સ્થળે તમારી કાર્યક્ષમતામાં વધારો થાય અને તેને કારણે તમને આત્મસંતોષ મળે. લોકો સાથેનું તમારું બંધન વધુ મજબૂત થાય. તમે નવા આર્થિક કાર્યો હાથ ધરશો. તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય. આ સમયગાળો વ્યસ્ત બની રહેશે. અત્યારે પૈસાને લગતી બાબતો તમારી પ્રાથમિક સૂચિમાં રહેશે. તમે નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળશો અને અંગતપણે એમ બંને રીતે ખર્ચ ઉપર કાપ મૂકશો, તો સરલતા રહેશે. મંગળવાર મંગળ કારક નિવડે. ગુરુવારે વડિલોની તબિયત સાચવવી.

કર્ક (ડ,હ)
ઓછા સમયમાં આરામ કરવાથી, તમારામાં ખીલેલાં, વિચારીને કામ કરવાના, આ નવાં પાસાંને કારણે તમારા આત્મવિશ્વાસ અને જવાબદારીઓમાં વધારો થાય. તમારી કાર્યપ્રણાલીમાં વધુ સારા ફેરફારો થાય. તમારામાં દયાભાવ અને માણસાઈના ગુણો વિકસે અને તેના કારણે પોતાની પ્રગતિ થતી જોઈ શકાય. જમીન કે મકાનના કામમાં લાભ થાય. પિતાથી લાભ મળી શકે. અટકેલા પૈસા મળવાની શક્યતા છે. બુધવારે પારિવારિક સંઘર્ષ ટાળવો. શુક્રવારે લાભદાયી સમાચાર મળે.

સિંહ (મ, ટ)
હાલની મહેનત કરવાની પળોમાં, તમારી પોતીકી આર્થિક દુનિયાનું નિર્માણ કરવામાં તમને સફળતા મળે. પરિવાર અને કાર્યસ્થળ વચ્ચે સંવાદિતા જળવાઈ રહે. પર્યાવરણ અંગે તમે ઘણી નિસ્બત ધરાવો છો. તમારા ગાઢ મિત્રો અને સંબંધીઓની મદદ માટે તમે હંમેશાં તત્પર રહેશો. નાણાકીય આવકમાં પણ ભાગ્ય તમારી સાથે રહેશે. આ સમયગાળા દરમિયાનમાં રોકાણો લાભદાયી નીવડે. રોકાણ સ્થાવર મિલકત પર કરવામાં વધુ લાભ થાય. માર્કેટ તથા શેર બજારમાં લાંબા સમયમાટે કરેલા રોકાણમાં ફાયદો થશે. મંગળવારે સારા સમાચાર મળે. ગુરુવારે વાહન શાંતિથી ચલાવવું.

કન્યા (પ, ઠ, ણ)
શાંતિ રાખવી…પૃથ્વીનો ભાર તમારે એકલાએ જ વહન કરવાનો છે એવા બોજારૂપ ભાવો સાથે કામ ન કરવું. અહીં સંતુલન મેળવવા માટેની વિવેકદૃષ્ટિ જરૂરી છે. નહીં તો, તમે નિરાશાવાદી બની જશો અને છેવટે કામ પડતું મૂકશો. તમે રચનાત્મક કાર્યો, નવી આવડતો અને જ્ઞાનને પ્રગટ કરતાં કાર્યો કે શોખ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરશો. તમારીમાં ઊર્જા અને આત્મવિશ્વાસના પ્રમાણમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. લોકો સાથેના સંપર્કો, સુમેળ અને સંવાદ એ ત્રણ બાબતો તમારા માટે ખાસ અગત્યની રહેશે. તમારા આ ગુણો, નવી તકો ઊભી કરનારા નીવડે. તમે સફળતા મેળવીને જ રહેશો. બુધવારે મિત્રો દ્વારા મદદ મળી રહે. શુક્રવારે આર્થિક લાભ.

તુલા (ર, ત)
હમણાં થોડા દિવસ માટે, તમે વિચલિત થયા વગર તમારા કામ ને અનુરૂપ રહીને એ સમસ્યાઓ સામે લડવા શક્તિ એકત્રિત કરશો. અહીં વધુ પડતા આત્મવિશ્વાસમાં ન રહેવાની સલાહ છે. આ સમયગાળો શાંતિ અને આરામ માટેનો રહેશે. આ મહિનો પરિવાર અને પારિવારિક બાબતોમાં વ્યસ્ત રહેશો, તમને સહકાર, આરામ અને આનંદ મળી રહેશે. સારા સંજોગોનું સ્વયં નિર્માણ થતું રહે. કોઈના કહેવાથી નિર્ણય ન લેવો. બુધવારે મહેનત થી સફળતા. શનિવારે લાભદાયક સમાચાર મળે.

વૃશ્ર્ચિક (ન, ય)
શરીરમાં દુખાવો કે અન્ય તકલીફ હોવા છતાં, તમે જોઈ શકાય તેવો વિકાસ સાધશો. આનંદમાં અભિવૃદ્ધિ અને પરિવાર સાથેનું બંધન વધુ મજબૂત થાય. તમે પરિવારને આગળ લઈજવા માટે જરૂરી દરેક બાબતે લાગણી અને મહેનત દાખવો છો, તેની અસર રૂપે તમને બહારથી સહકાર મળી રહેશે. આ સમયમાં, પરિવારના વ્યક્તિ ને ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ ગમનના પણ યોગો રહેલા છે. નવા વ્યાવસાયિક જોડાણની શક્યતાઓ રહેલી છે. નવા સાહસ માટે લોન મળે અને ભવિષ્યના ફાયદાઓ માટેનો પાયો વધુ મજબૂત થાય. બુધવારે સવારે મિત્રો દ્વારા લાભદાયક કામ મળે. શુક્રવાર સાચવી લેવો.

ધન (ભ, ધ, ફ, ઢ)
હાલની પરિસ્થિતિ જોતાં, અમુક પ્રકારના રોકાણના નાણાં પાછાં ખેંચી લેવા તમારા માટે માત્ર જરૂરી છે અને ભવિષ્યની સુરક્ષા અને વિકાસ માટે તે આવશ્યક બની 2હેશે. હા, તમે મૂડીરોકાણ અને મિત્રો પ્રત્યે તમારું ધ્યાન કેન્દ્રિત કરશો. આ સમયગાળામાં નાણાકીય બાબતો તમારા માટે અગત્યની રહેશે. તમારે તમારું વ્યક્તિગત રોકાણ અને વ્યવસાયને યોગ્ય રીતે પરિવર્તન કરવાની જરૂર જણાય. ખર્ચાઓ અને ઓછો નફો તમને પુનર્વિચાર કરવાની ફરજ પાડશે.

મકર (ખ, જ)
અત્યારે મારકેટની ઉપર નીચે થઈ રહેલી પરિસ્થિતિ જોતાં, સંભવિત મોટા નુકસાનમાંથી તમારો આબાદ બચાવ થાય. આવકની ક્ષમતા વધારવા મહેનત કરશો. તમે જેને પ્રેમ કરો છો, જેની કાળજી લો છો તેની સંબંધોમાં સમજણ આવશે. સંયુક્ત ખાતાં, લોન, પોલિસી વિગેરે બાબતોમાં સક્રિય રહેશો. પારિવારિક જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી શકો. નવા રોકાણ થી બચવું. જૂની ઉઘરાણી મળવાની શક્યતા છે. આર્થિક રાહત જણાય. મંગળવાર અને શુક્રવાર સંભાળી લેશો તો, પરિસ્થિતિ હળવી બનશે.

કુંભ (ગ, સ, શ, ષ)
આ અઠવાડિયે, આર્થિક બાબતે નિર્ણય લેતા પહેલાં તેનું તટસ્થ રીતે મૂલ્યાંકન કરવાનો સમય આવી ગયો છે. અત્યારે તમારા માટે કામ અને કુટુંબ બંને બાબતે સમજદારી અને ટીમવર્ક કેળવવાની શુભ તક છે. તમે પ્રેમમાં મહત્ત્વનો મૂકામ પાર કર્યો હોવાથી તેમા હૃદય વધુ નરમ થાય. તમારા સ્વભાવમાં પરિવર્તન આવે, તમને પ્રેમી પાત્રની વધુ નિકટતા પ્રાપ્ત થાય અને એકબીજાનાં સ્વભાવથી વધુ પરિચિત થાવ. આવી સ્થિતિમાં આવક જળવાઈ રહે તે માટેના પ્રયાસો કરવા. માર્કેટ જોઇ આગળ વઘવું સલાહ ભર્યું છે. વાહન શાંતિથી ચલાવવું.

મીન (દ, ચ, થ, ઝ)
કામના સ્થળે કે બહાર, પ્રેમસંબંધમાં નિકટતા આવે અને તેના જ પરિણામે કૌટુંબિક સંબંધોમાં, તિરાડ પડે. પ્રેમભંગ થવાથી તમને નિરાશાઓ ઘેરી વળે. આ ઘટનામાંથી બહાર આવી તમે પ્રવાસનું આયોજન કરશો નહિ. કારણ કે શાંતિ તો મલશે નહીં અને ધક્કા ખાવા પડે . આ તબક્કે નિરાશાવાદી વલણથી દૂર રહેવું. નકારાત્મક વિચારો પાછળ ઊર્જા ન વપરાય તેની કાળજી લેવી. આર્થિક અને કૌટુંબિક જવાબદારીઓના બોજને પહોંચી વળવા આવક્ના નવા રસ્તા માટે સક્રિય વિચારણા હાથ ધરશો તો તમે નવા પડકારોને પહોંચી વળશો. ગુરુવાર સાચવી લેવો જરૂરી છે. શનિવારે રાહત મળી રહે.