-ચિલ્લઈ કલોંના અંતિમ દોરમાં રાજયમાં ચારેબાજુ હિમવર્ષા
-વૈષ્ણોદેવીની હેલીકોપ્ટર સુવિધા અટકાવાઈ: ઉતરપ્રદેશ-રાજસ્થાનમાં વરસાદનું એલર્ટ
- Advertisement -
પર્વતીય પ્રવાસન રાજય કાશ્મીરમાં ‘ચિલ્લાન કલા’ના અંતિમ દોરમાં હવે જોરદાર હિમવર્ષા સાથે કાતિલ ઠંડી શરૂ થઈ છે. શ્રીનગરમાં ભારે બરફ પડતા જનજીવન ખોરવાયું હતું અને વિમાની સેવા બંધ કરી દેવામાં આવી છે.
કાશ્મીરનાં પર્વતીય ભાગોમાં હિમસ્ખલનની ચેતવણી પણ આપવામાં આવી છે. આવતા ચોવીસ કલાક જરૂર વિના કયાંય આવનજાવન ન કરવાની તાકીદ કરવામાં આવી છે. સાથોસાથ ઉતરપ્રદેશ તથા રાજસ્થાનમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. કાશ્મીર-હિમાચલમાં લાંબી પ્રતિક્ષા બાદ ગત સપ્તાહથી જોરદાર હીમવર્ષા શરૂ થઈ છે.
#WATCH | Jammu and Kashmir: Tourists enjoy snowfall as several parts of Rajouri are covered under a white sheet of snow.#KashmirIsIndia pic.twitter.com/PXguSz3N2G
- Advertisement -
— ANI (@ANI) February 5, 2024
શ્રીનગરમાં ખરાબ હવામાનને કારણે તમામ ઉડ્ડયનો રદ કરી દેવામાં આવ્યા હતા. શ્રીનગર તથા લેહના રનવે બંધ કરાયા હતા. વૈષ્ણોદેવીની હેલીકોપ્ટર સેવા પણ બંધ કરવામાં આવી હતી. ગુલમર્ગ જેવા પર્વતીય સ્થાનોએ તાપમાન માઈનસમાં હતું. ચીન સરહદ નજીકના તવાઘાટ લિપુલેખ માર્ગ પર ભૂસ્ખલન થતા રસ્તો બંધ થયો હતો અને 3000 લોકોનો સંપર્ક કપાયો હતો.
કાશ્મીર ઉપરાંત હિમાચલમાં પણ હિમવર્ષાનો દોર યથાવત રહ્યો હતો.સેંકડો માર્ગો ઠપ્પ થવાના કારણોસર જનજીવન ખોરવાયું હતું. ઉતર ભારતના અન્ય રાજયોમાં વરસાદી આફત સર્જાઈ હતી.ઉતર પ્રદેશનાં આગરા, પ્રયાગરાજ, સિતાપુર, બારાબંકી જેવા ભાગોમાં કરા વરસ્યા હતા.
જયારે અન્યત્ર હળવો-ભારે વરસાદ થયો હતો. આજ રીતે પંજાબ-હરીયાણાના ચંદીગઢ, મોહાલી, હિસાર, અંબાલા, લુધીયાણા, પટીયાલા સહિતના ભાગોમાં વરસાદ વરસ્યો હતો.