મહિલાના પતિ ભાસ્કરે આ સમગ્ર મામલે મીડિયા સામે પોતાનો મત વ્યક્ત કર્યો છે. ભાસ્કરે કહ્યું- મને અલ્લુ અર્જુનની ધરપકડ વિશે ખબર નહોતી. તેને આ સમગ્ર મામલામાં કોઈ લેવાદેવા નથી
મૃતકના પતિનું નિવેદન
- Advertisement -
મહિલાના પતિ ભાસ્કરે આ સમગ્ર મામલે મીડિયા સામે પોતાનો મત વ્યક્ત કર્યો છે. ભાસ્કરે કહ્યું- મને અલ્લુ અર્જુનની ધરપકડ વિશે ખબર નહોતી. તેને આ સમગ્ર મામલામાં કોઈ લેવાદેવા નથી. ત્યાં નાસભાગને કારણે મારી પત્નીનું મૃત્યુ થયું હતું. પોલીસે મને આ ધરપકડ અંગે કોઈ માહિતી આપી નથી. ભાસ્કરના આ નિવેદન પરથી લાગી રહ્યું છે કે આ સમગ્ર કેસમાં નવો વળાંક આવવાનો છે.
અલ્લુ અર્જુનની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અલ્લુ અર્જુને તેની ધરપકડની રીત પર વાંધો વ્યક્ત કર્યો છે. અભિનેતાએ દાવો કર્યો છે કે પોલીસે તેને નાસ્તો પૂરો કરવા દીધો ન હતો. અભિનેતાનું એમ પણ કહેવું છે કે પોલીસે તેને સીધો તેના બેડરૂમમાંથી ઝડપી લીધો હતો. તેને કપડાં બદલવાની તક પણ આપવામાં આવી ન હતી. જોકે, એક વીડિયો સામે આવ્યો છે જેમાં અભિનેતા લિફ્ટમાં જતો જોવા મળી રહ્યો છે. જ્યારે પહેલા અલ્લુએ સાદો ટી-શર્ટ પહેર્યો હતો, બાદમાં તે હૂડી પહેરીને બહાર આવ્યો હતો. જેના પર લખ્યું હતું – તે ફૂલ નથી, અગ્નિ છે.
શું હતો મામલો?
- Advertisement -
અલ્લુ અર્જુન 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પહોંચ્યો હતો. તે જાણવા માંગતો હતો કે તેની રીલિઝ થયેલી ફિલ્મ ‘પુષ્પા 2’ પર લોકોની કેવા પ્રકારની પ્રતિક્રિયા છે? આવી સ્થિતિમાં, તે ત્યાં પહોંચતા જ ચાહકોની ભીડ તેને મળવા માટે બેતાબ થઈ ગઈ. આ દરમિયાન નાસભાગમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. અલ્લુ-અર્જુન ત્યાંથી નીકળીને સીધો ઘરે પહોંચ્યો. બીજા દિવસે સવારે અલ્લુના મેનેજરે તેને સમગ્ર મામલાની જાણકારી આપી. જે બાદ અભિનેતાએ પોતાનું નિવેદન જાહેર કર્યું અને કહ્યું કે તે પરિવારને મળશે. અમે તેમને 25 લાખ રૂપિયા આપીને મદદ પણ કરીશું. અલ્લુએ પોતાનું વચન પાળ્યું. પરંતુ હવે આ કેસમાં અભિનેતાની ધરપકડ કરવામાં આવી, 14 દિવસની જેલની સજા અને ત્યારબાદ તુરંત મળેલા જામીનને લઇને આગામી સમયમાં શું વળાંક આવે છે તે જોવું રહ્યું.