ખાસ-ખબર ન્યૂઝ જુનાગઢ
જુનાગઢ શહેરના કુખ્યાત આરોપી જયેશ ઉર્ફે જાવો સાવન બાવજીભાઈ સોલંકીને ગુજરાત હાઈકોર્ટે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. જુનાગઢ જિલ્લામાં તેની સામે કુલ 27 એફ.આઈ.આર. નોંધાયેલી હતી, જેના પગલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુજસીટોક (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, અને તેની ધરપકડ પણ થઈ હતી.
આ કેસમાં આરોપી જયેશ ઉર્ફે જાવો સોલંકી વતી રાજકોટના યુવા એડવોકેટ શ્રી વિશાલ જે. સોલંકી અને હાઈકોર્ટના એડવોકેટ શ્રી તત્વદિપ જાની તથા તેમની ટીમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. આરોપીના એડવોકેટ્સે કરેલી ધારદાર દલીલોને માન્ય રાખીને હાઈકોર્ટે જયેશ ઉર્ફે જાવો સોલંકીને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આ જામીન અરજીમાં ઇગજ (ભારતીય ન્યાય સંહિતા) અને ગુજરાત નાણા ધીરધારની કલમોનો પણ સમાવેશ થતો હતો.



