આજથી ગુજરાતમાં નવા અધ્યાયની થશે શરૂઆત: અલ્પેશ કથીરિયા
વરાછા બેઠકના AAPના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું, ‘આજથી ગુજરાતમાં નવા અધ્યાયની શરૂઆત થશે. તમામ એગ્ઝિટ પોલ ખોટા સાબિત થશે.’
- Advertisement -
વલસાડની તમામ બેઠકો પર ભાજપ આગળ, થરાદ બેઠક પર શંકર ચૌધરી 12 હજાર મતથી આગળ, ભાવનગરમાં જીતુ વાઘાણી 2500 મતોથી આગળ. રાજકોટની 8, મોરબીની 3 બેઠકો પર ભાજપ આગળ, જામનગરની 5 બેઠકોમાં 4 ભાજપ અને 1 બેઠક પર કોંગ્રેસ આગળ.
ચૂંટણી પંચના આંકડા અનુસાર ભાજપ 112, કોંગ્રેસ 21 જ્યારે આમ આદમી પાર્ટી 10 બેઠકો પર કરી રહી છે લીડ.
વાંસદા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ આગળ, વડગામથી કોંગ્રેસના જીગ્નેશ મેવાણી આગળ, દ્વારકા બેઠક પર કોંગ્રેસ 543 મતોથી આગળ
- Advertisement -
ગુજરાતમાં ચોંકાવનારૂં પરિણામ આવશે: રઘુ શર્મા
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું ‘ગુજરાતમાં ચોંકાવનારૂં પરિણામ આવશે. તમામ એગ્ઝિટ પોલ ખોટા સાબિત થશે. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે.’
જસદણ બેઠક પરથી કુંવરજી બાવળિયા આગળ, સાણંદ બેઠક પરથી કનુ પટેલ આગળ તો અર્જુન મોઢવાડિયા 200 મતોથી આગળ.
વિધાનસભાની ચૂંટણીના 182 બેઠકોના સામે આવ્યા વલણ, ભાજપ 138, કોંગ્રેસ 34, AAP 6 અને 4 બેઠકો પર અન્ય આગળ.
138 બેઠકો પરથી ભાજપ ગુજરાતમાં આગળ.
#GujaratElections2022 | Gujarat CM Bhupendra Patel leading with a total of 23,713 votes in his constituency Ghatlodia.
(File photo) pic.twitter.com/mZga81wxby
— ANI (@ANI) December 8, 2022
ગોંડલ બેઠકના ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજા 6200 મતોથી આગળ
ગોંડલ બેઠકના ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજા 6200 મતોથી આગળ, થરાદમાં શંકર ચૌધરી 8 હજાર મતોથી આગળ. વલસાડ જિલ્લાની પાંચેય બેઠક પર ભાજપ આગળ, દહેગામમાં પ્રથમ રાઉન્ડના અંતે ભાજપ આગળ, પ્રથમ રાઉન્ડના અંતે હર્ષ સંઘવી 6 હજાર મતોથી આગળ. પ્રથમ રાઉન્ડમાં ઘાટલોડિયા બેઠક પર ભાજપના ભૂપેન્દ્ર પટેલ આગળ, રાજકોટની તમામ બેઠકો પર ભાજપ આગળ, શરૂઆતી વલણમાં ભાજપ 129, કોંગ્રેસ 33, AAP 4 અને અન્ય 3 બેઠકો પર આગળ
લિંબડી બેઠક પરથી કિરિટસિંહ રાણા 3100 મતથી આગળ તો છોટા ઉદેપુરમાં ભાજપના રાજેન્દ્રસિંહ રાઠવા આગળ. લિંબડી બેઠક પર પ્રથમ રાઉન્ડમાં ભાજપ આગળ. જામનગરની ઉત્તર બેઠક પરથી રિવાબા જાડેજા પણ આગળ. તો અમદાવાદની વેજલપુર બેઠક પરથી ભાજપના અમિત ઠાકર પણ આગળ.