રાજકોટ એલસીબી પોલીસના પીઆઇ ગોહિલ, કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ વાઘેલા, મહિપાલ સિંહ જાડેજા અને અનિલભાઈ ગુજરાતી સહિતનાઓએ બાતમીના આધારે નાગડકા રોડ પર શિવ શક્તિ નગર બ્લોક નંબર ૭માં રાહુલ નામના શખ્સના ઘરે દરોડો પાડતા વિદેશી દારૂની 258 બોટલ કિંમત રૂપિયા 77400 મળી આવતા કાર્યવાહી હાથ ધરી હતી રાહુલ નામનો શખ્સ ઘરે હાજર ન હોય પોલીસે તેને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા