ગોંડલ તાલુકા સેવા સદન કચેરીમાં ડેપ્યુટી કલેકટર રાજેશકુમાર આલ ની ઓફિસમાં બ્લડ ડોનેશન કેમ્પની મંજૂરી માટે ઘુસી જઈ તોછડું વર્તન કરી ફરજમાં રૂકાવટ કરનાર સુલતાનપુર ના યુવાનની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ગોંડલ તાલુકા ના સુલતાનપુર ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હોય ઘનશ્યામ ગોંડલીયા નામના યુવાને ડેપ્યુટી કલેકટર કચેરીમાં અરજી કરી મંજૂરી માંગી હતી પરંતુ અરજીમાં વિગત અધૂરી હોય તે પુરી કરી આપવાનું કહેતા ઘનશ્યામ થોડીવાર બાદ ફરી ઓફિસમાં આવ્યો હતો જ્યારે પ્રાંત રાજેશકુમાર આલ અગત્યની કામગીરીમાં રોકાયેલ હોય તેઓએ દરવાજા પરના કર્મચારીને કોઈને ઓફિસમાં દાખલ નહિ થવા દેવા સુચના આપી હોય છતાં પણ યુવાને ઓફિસમાં ઘુસી તોછડું વર્તન કરી બ્લડ ડોનેશન કેમ્પ ની મંજૂરી આપવા દબાણ કરી ફરજમાં રૂકાવટ કરી હતી.
આ અંગે ડેપ્યુટી કલેકટર આલ દ્વારા સીટી પોલીસને જાણ કરાતા પોલીસે ડેપ્યુટી કલેક્ટરને ફરિયાદ પરથી સુલતાનપુરના ઘનશ્યામ ગોંડલીયા સામે ફરજમાં રૂકવટનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી