ઉપરવાસ માં ભારે વરસાદ ને લઈને ગોંડલ ની ગોંડલી નદી ગાંડીતુર બની હતી ત્યારે ગોંડલ પંચનાથ મંદિર પાસે આવેલ ગોંડલી નદી માં એક આખલો નદી ના પાણી માં ફસાયો હતો ગોંડલ ના ગૌ રક્ષક ગૌ સેવા ના સેવાભાવી યુવાનો ચિરાગ કંસારા – અશ્વિન કંસારા – ભાવિક ચાવડા – રોહિત સોજીત્રા અને અપૂ ભાઈ દ્વારા નદી ના પાણી માં ઉતરી ને આખલાને દોઢ કલાક રેસ્ક્યુ કરી ને બાંધવામાં આવ્યો હતો અને ક્રેન ની મદદ થી બહાર કાઢવામાં આવ્યો હતો.