ગોંડલ પોલીસ મથકોમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડા ના શારીરિક-માનસિક ત્રાસ અને દહેજ અંગેના અનેકો કેસો નોંધાતા હોય છે પરંતુ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં હડમતાળા ગામ ના શખ્સે પત્નીને તું જાડી છો તું કાળી છો કહી મૂઢ માર મારી ઇજા પહોંચાડતાં પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.
તાલુકાના હડમતાળા ગામે રહેતા સંગીતાબેન ઉર્ફે કાળીબેન વિજયભાઈ દેવશીભાઇ સિંગલ (ઉંમર વર્ષ 27 )પોતાના પતિ વિજય વિરોધ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે વિજય છેલ્લા કેટલાક સમયથી કહેવા લાગ્યો હતો કે તું મને ગમતી નથી અને તું કાળી અને બહુ જાડી થઈ ગઈ છો જેથી સંગીતાબેન કહેલ કે હું જેવી છું તેવી છું તેમ કહેતા વિજય ઉશ્કેરાઈ જઈ મારમારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરની બહાર કાઢી મુકતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 498 ક, 323 504 506 તથા જી.પી.એફ કલમ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી