રાયપુરમાં ભારે વરસાદ પડ્યો રાજસ્થાનમાં 4 દી’ સુધી વરસાદનું એલર્ટ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11
- Advertisement -
મધ્યપ્રદેશમાં ભોપાલ-ઈન્દોર સહિત 21 જિલ્લાઓમાં સતત વરસાદ પડી રહ્યો છે. બાલાઘાટ, મંડલા અને સિવનીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હવામાન વિભાગે બુધવારે રાજ્યના 7 જિલ્લામાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આજે સિવનીમાં તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. આ તરફ છત્તીસગઢમાં પણ, 10 જિલ્લામાં વરસાદી મોસમ ચાલુ છે. સુકમામાં શબરી નદી અને બીજાપુરમાં ઈન્દ્રાવતી અને ચિંતાવાગુ નદીઓમાં પૂર આવ્યું છે.
રાયપુરમાં પૂરના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. અહીં 24 કલાકમાં 118 એમ.એમ વરસાદ નોંધાયો હતો. રાજસ્થાનમાં પણ ભારે વરસાદને કારણે પાલી જિલ્લામાં જવાઈ નદીમાં પૂર આવ્યું છે. હવામાન વિભાગે 15 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ઓડિશાના 7 જિલ્લામાં પૂર, 2 હજાર લોકોનું રેસ્ક્યુ ભારે વરસાદને કારણે ઓડિશાના 7 જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 2 હજાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે. મલકાનગીરી, કોરાપુટ અને ગંજમના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે. ઉત્તરપ્રદેશમાં 3 દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ છે. મંગળવારે અહીં વીજળી પડવાથી ત્રણ ખેડૂતોના મોત થયા હતા. હિમાચલ પ્રદેશમાં છેલ્લા 4-5 દિવસથી વરસાદને કારણે 75 રસ્તાઓ બંધ છે. હિમાચલમાં ચોમાસામાં 288 લોકોના મોત હિમાચલ પ્રદેશમાં આ ચોમાસાની સિઝનમાં (1 જૂનથી 10 સપ્ટેમ્બર) 288 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમાંથી 130 લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે, જ્યારે ભૂસ્ખલનને કારણે 6, અચાનક પૂરને કારણે 8, વાદળ ફાટવાને કારણે 23, પાણીમાં ડૂબી જવાથી 27, વીજળી પડવાથી 1 અને સાપ કરડવાથી 26 લોકોના મોત થયા છે.