ખાસ-ખબર સંવાદદાતા
બ્રાઝિલની 59 વર્ષની રોસએન્જેલા ડોસ સાંતોસ લારા એક ટીચર છે. થોડા સમય પહેલા તે બજારમાં ગઈ અને એક નાનું ડુક્કરનું બચ્ચું લઈ આવી પરંતુ જેમ જેમ તે મોટું થતું ગયું તેનું વજન ખુબ વધતું ગયું અને હવે તો સ્થિતિ એવી છે કે આ માદા ડુક્કરનું વજન 550 પાઉન્ડ (250 કિલો) થઈ ગયું છે. દુનિયાભરમાં આ વિશાળકાય માદા ડુક્કર ચર્ચાનો વિષય બની છે. જેનું નામ લિલિકા છે.
- Advertisement -
રોયટર્સના રિપોર્ટ મુજબ જ્યારે રોસએન્જેલાએ લિલિકાને ખરીદી તો તેણે વિચાર્યું હતું કે તે નાનકડી પિગલેટ બનશે. પરંતુ તેને બિલકુલ અંદાજો નહતો કે તેનું વજન આટલું વધી જશે. તેનું કહેવું છે કે દુકાનદારે તેની સાથે દગો કર્યો. તેણે કહ્યું કે હતું કે આ એક નાની પિગલેટ છે. જો કે લિલિકા ખુબ વ્હાલી છે.
તેના ભારે ભરખમ વજનથી તેને કોઈ ફરક પડતો નથી. લિલિકા એક માદા ડુક્કર છે. જે 3 વર્ષની ઉંમરમાં 250 કિલોની થઈ ગઈ છે. તે બ્રાઝિલના પુરવબેમાં રોસએન્જેલા સાથે તેના પાલતુ જાનવરો સાથે ઘરમાં જ રહે છે. લિલિકાનો પોતાનો બેડરૂમ પણ છે જેમાં તે પોતાના ગાદલા પર સૂવે છે. તેના રૂમમાં પંખા પણ છે જે તેને ગરમીથી બચાવે છે.
- Advertisement -
આ પણ વાંચો : વિદેશમાં વેંચાતા હોન્ડાનાં ટુ-વ્હીલર્સમાં ‘મેડ ઇન ગુજરાત’ એન્જિન લાગશે
https://khaskhabarrajkot.com/2021/12/14/hondas-two-wheel…n-gujarat-engine/