ચૂંટણી ટાણે ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લામાં મહાનગર પાલિકા સાથે 6 નગર પાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય રહી છે. એવા સમયે દારૂની રેલમછેલમ થાય તે પેહલા તાલુકા પોલીસે ઇવનગર ગામ પાસેથી ઈંગ્લીશ દારૂ અને બિયરના ટીનનો રૂ.13.98 લાખનો દારૂ ઝડપી પાડ્યો અને દારૂ મંગાવનાર શખ્સ સામે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. જૂનાગઢ મનપા ચૂંટણી ચાલી રહી છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તેના માટે રેન્જ આઇજી નિલેશ જનજડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના અનુસાર જિલ્લા ગેરકાયદે દારૂનો વેપલો કરનાર તત્વો સામે કાર્યવાહી કરવાના આદેશ મળતા તાલુકા પોલીસ સ્ટેશન ના પીઆઇ સી.યુ.પરેવા અને પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે ઈવનગર ગામ પાસે આવેલ ધણસેરમાં ખરાબાની જગ્યામાં બાવળોની કાંટમાં દારૂનો મસ મોટો જથ્થો ઉતર્યો હોવાની જાણ થતા પોલીસે રેઇડ કરી હતી.
- Advertisement -
ત્યારે પોલીસે ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટી નંગ.237 જેમાં રહેલ બોટલો તથા બીયર ટીન કુલ નંગ. 9408 જેની કુલ કિ.રૂ. 13,98,440નો પ્રોહી મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સ્થળ પરથી જીજે 03 ડબલ્યુ 7565ની કિ.રૂ. 10,00,000 તથા પીકઅપ વાહન જીજે 03 બીડબલ્યુ 0653 કિ.રૂ. 4,00,000 મળી કુલ કિ.રૂ. 27,98,440નો પ્રોહી મુદ્દામાલ કબ્જે કરી. હાજર નહિ મળી આવેલ મયુર કરણાભાઇ ભારાઇ રહે.ગાંધીગ્રામ જૂનાગઢ વાળા શખ્સ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.જેની વધુ તપાસ તાલુકા પીઆઇ સી.યુ.પરેવા ચલાવી રહ્યા છે.