હરિયાણામાં મત ગણતરી ચાલુ છે. વર્તમાન પ્રવાહો અનુસાર ભાજપ અન્ય પક્ષો કરતા આગળ છે. જોકે થોડાં સમય પહેલાં કોંગ્રેસ સૌથી આગળ હતી. રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મુકાબલો છે. આ બધાં વચ્ચે રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે આપ પર જોરદાર હુમલો કર્યો છે.
ચૂંટણી પરિણામો વચ્ચે, આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે આપ પર આકરા પ્રહારો કર્યા છે. તેણે સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં આપ પર પ્રહારો કર્યા, અને આરોપ લગાવ્યો કે તે હરિયાણામાં આવી રહી છે ફક્ત કોંગ્રેસથી બદલો લેવા માટે.મારા પર બીજેપીનો એજન્ટ હોવાનો ખોટો આરોપ લગાવ્યો.
- Advertisement -
આજે તે પોતે જ ઈન્ડિયા એલાયન્સ સાથે દગો કરીને આઇએનસીના વોટ કાપી રહ્યાં છે. બધું બાજુ પર છોડો, વિનેશ ફોગાટને પણ હરાવવા માટે આપે ઉમેદવાર ઉતાર્યા હતાં.
સ્વાતિએ કહ્યું કે, પરિસ્થિતિ એવી કેમ બની ગઈ છે કે લોકો પોતાનાં રાજ્યમાં જામીન બચાવી શકતા નથી ? હજુ પણ સમય છે, તમારો અહંકાર છોડી દો, તમારી ઝાંખી આંખો પરથી પડદો હટાવો, નાટક ન કરો અને જનતા માટે કામ કરો.”