ડિજીટલ ગુજરાત પોર્ટલ મારફતે આશરે છ હજારથી વધારે રેશનકાર્ડની લગતી સેવાઓનો નિકાલ કરાયો
ખાસ-ખબર સંવાદદાતા
દરેક માનવીની ઓળખ જે તે વ્યક્તિના દસ્તાવેજો પરથી સરળતાથી મેળવી શકાય છે ત્યારે રોજિંદા જીવનમાં જરૂરી તમામ દસ્તાવેજો નાગરીક સરળતાથી મેળવી શકે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા ‘ડિજીટલ ગુજરાત પોર્ટલ’ શરૂ કરવામાં આવ્યું છે.
- Advertisement -
ડિજીટલ ગુજરાત પોર્ટલના કારણે આજે વિવિધ વિભાગની સુવિધાઓ નાગરીકને ઘરઆંગણે મળી રહી છે. આ પોર્ટલમાં વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, વિધવા પ્રમાણપત્ર, એસઈબીસી પ્રમાણપત્ર, જાતિનો દાખલો, લાયસન્સ રીન્યુ કરાવવું, રેશનકાર્ડને લગતી સુવિધાઓ, આવકનો દાખલો મેળવવા સહિતની અનેક સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે.
રાજકોટ શહેરમાં ડિજીટલ ગુજરાત પોર્ટલ અંતર્ગત નવા રેશનકાર્ડ મેળવવા માટેની કુલ 174 અરજીઓ, રેશનકાર્ડમાંથી નામ અલગ કરવા 269 અરજીઓ, નામ બદલવા 834 અરજીઓ, ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા 5 (પાંચ) અરજીઓ, નવા નામ ઉમેરવા 3663 અરજીઓ અને નામ કમી કરાવવા 1147 અરજીઓનો સુયોગ્ય નિકાલ કરી આપવામાં
આવ્યો છે.
1લી માર્ચથી 29 ઓગસ્ટ સુધીમાં 6,092 રેશનકાર્ડની સેવાઓને લગતી અરજીઓનો અસરકાર રીતે નિકાલ કરવામાં આવ્યો છે.