મોરબીમાંથી ડીઝલ ચોરીનું નેટવર્ક ઝડપાયું
ખાસ-ખબર સંવાદદાતા
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે આજે મોરબી પોલીસની ઊંઘ ઊડી જાય તેવી કાર્યવાહી કરી પીપળીયા ચાર રસ્તા નજીક વિરપરડા ગામના પાટિયા પાસે આવેલ ઓમ બન્ના હોટલના મેદાનમાં ચાલતા ડીઝલ ચોરીના નેટવર્કને ઝડપી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ, આજે સ્ટેટ મોનીટરીંગ સેલ એટલે કે, એસએમસીની ટીમે લાંબા સમયથી મોરબી નજીક વિરપરડા ગામના પાટિયા પાસે હોટલના મેદાનમાં ચાલતા ડીઝલ ચોરીના કારસ્તાનને ઝડપી લીધું છે. પોલીસની ભાગીદારીમાં ચાલતા આ ગોરખધંધા ઉપર એસએમસી ત્રાટકતા જ બે નંબરનો ધંધો કરતા લોકોમાં દોડધામ મચી ગઇ છે. પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ, 21 હજાર લીટર જેટલા ડીઝલ સાથે 11 શખ્સો અને 4થી વધુ વાહનો કબજે લેવામાં આવ્યા છે અને તેના વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. તો આરોપીમાં બે પોલીસ કર્મીઓ હોવાનું પણ જાણવા મળ્યું છે.
- Advertisement -