- ધ્રોલમાં વેપારીઓનું સમર્થન તમામ બજારો બંધ
જામનગર જિલ્લામાં ધ્રોલ પંથકમાં સ્કુટર પર દર્શનાર્થે જતા દંપતિને આંતરી લઇ પતિને માર મારી છરીની અણીએ પરિણીતાનુ અપહરણ કરી અવાવરૂ સ્થળે લઇ જઇ બાઇકસવાર બે શખ્સોએ દુષ્કર્મ આચર્યુ હોવાનો બનાવ બહાર આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.આ કુકર્મ આચરનારા નામચિન શખ્સ સહિતની બેલડીને એલસીબીએ ગણતરીના કલાકોમાં દબોચી લીધા હતા ત્યારે ધ્રોલમાં વેપારીઓ દ્વારા દુષ્કર્મ ઘટનાને લઈને સંપૂર્ણ ગામ સમર્થનમાં બંધ રહ્યું હતું સાથે જ જે રીતે ગઇકાલે માલધારી સમાજ દ્વારા સમગ્ર ધ્રોલ શહેરને બંધ રાખી સમર્થન આપવા અપીલ કરી હતી ત્યારે આજે વહેલી સવારથી જ વેપારીઓ દ્વારા બંધ રાખે સમર્થન આપ્યું હતું અને દુષ્કર્મની ઘટનાને વખોડી હતી સાથે જ વેપારીઓ તેમજ માલધારી સમાજના આગેવાનો મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી