આ વખતે દેવઊઠી અગિયારસ 23 નવેમ્બરનાં રોજ ઊજવાશે. એકાદશીનાં દિવસે દાંતણ અને ટૂથપેસ્ટનો ઉપયોગ ન કરવો જોઈએ. આ દિવસે પૂજામાં પણ કેટલીક ચીજોનું વિશેષ ધ્યાન રાખવું પડે છે.
જે લોકો એકાદશીનું વ્રત કરે છે તેમના માટે દેવઊઠી અગિયારસનાં વ્રત અને પૂજાનાં નિયમો જાણવા ખૂબ જરૂરી છે. નિયમોનું પાલન કરવાથી તમારી મનોકામનાઓ પૂરી થાય છે. આ વખતે દેવઊઠી અગિયારસ 23 નવેમ્બરનાં રોજ છે. એકાદશીનાં દિવસે લાકડાનાં દાંતણ અને ટૂથપેસ્ટનો ઉપયોગ ન કરવો જોઈએ. લીંબુ કે જાંબુથી દાંત અને કંઠ સાફ કરવા જોઈએ. આ દિવસે ઝાડનાં પાન તોડવાની પણ મનાઈ હોય છે તેથી તમારે નીચે પડેલા પાનનું સેવન કરવું જોઈએ.
- Advertisement -
એકાદશી વ્રતનાં વિધિ વિધાન
– એકાદશીનાં દિવસે સવારે સ્નાન બાદ શ્રીવિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ. આવું કરવાથી ઘરમાં સુખ શાંતિ પ્રદાન થાય છે.
– એકાદશીનાં દિવસે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનાં જાપથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.
– ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ દ્વાદશ અક્ષર મંત્ર અથવા ગુરુમંત્રનો જાપ કરવો જોઈએ.
– આ દિવસે યથાશક્તિ દાન કરવું જોઈએ.
– રાત્રીમાં ભગવાન વિષ્ણુની આગળ દીવો પ્રગટાવી મધ્યરાત્રી સુધી જાગરણ કરવું જોઈએ.
– આ દિવસે ફળાહાર અથવા ઘરમાંથી નિકળેલ ફળનાં રસ કે દૂધ પર ઉપવાસ કરવો લાભદાયી હોય છે. કેરી, કેળા, દ્રાક્ષ, બદામ, પિસ્તા વગેરે અમૃત ફળોનું સેવન કરવું જોઈએ.
એકાદશીનાં દિવસે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું
-એકાદશીનાં દિવસે ભૂલથી પણ ચોખાનું સેવન ન કરવું જોઈએ અને ન તો કોઈને ખવડાવવું જોઈએ.
– વ્રતનાં એક દિવસ પહેલા એટલે કે દશમીનાં દિવસથી લઈને એકાદશીનાં એક દિવસ પછી એટલે કે દ્વાદશીનાં દિવસ સુધી કાંસાના વાસણો, માંસ, ડુંગળી, લસણ, મસૂર, -અડદ, ચણા, શાક, મધ, તેલ વગેરેનું સેવન ન કરવું જોઈએ.
– ફળાહારીએ કોબીજ, ગાજર, પાલક વગેરે શાકનું સેવન ન કરવું.
– આ દિવસે પોતે કોઈને અન્નદાન ન કરવું જોઈએ.
– ચોર, પાખંડી અને દુરાચારી લોકો સાથે વાતચીત કરવાની જગ્યાએ મૌન ધારણ કરવું જોઈએ.