હાલના દિવસોમાં ચોમાસાના વિરામને કારણે દેશના ઘણા ભાગોમાં દુષ્કાળ જેવી સ્થિતિ છે, પરંતુ હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
જુલાઈ અને ઓગસ્ટ સૌથી વરસાદી મહિના છે. જ્યારે ચોમાસાનો વિરામ હોય છે, ત્યારે વાદળો પર્વતો પર એકઠા થાય છે અને આ કારણે સૌથી વધુ વરસાદ પડે છે.
- Advertisement -
હિમાચલ પ્રદેશના શિમલાના સમર હિલ વિસ્તારમાં 14 ઓગસ્ટે ભૂસ્ખલન થયાના 4 દિવસથી બચાવ અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
#WATCH | Himachal Pradesh | Rescue operation underway in Shimla's Summer Hill area after a massive landslide took place in the area on 14th August. pic.twitter.com/TD6Q6YPakx
— ANI (@ANI) August 17, 2023
- Advertisement -
હિમાચલ પ્રદેશમાં છેલ્લા 4 દિવસમાં વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં 71 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ વર્ષે ચોમાસાની સિઝનમાં રાજ્યને 7500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ સિવાય સમગ્ર સિઝનમાં અત્યાર સુધીમાં 327 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 1700થી વધુ મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી 6600 કરોડ રૂપિયાની સહાયની માંગ કરી છે.
હિમાચલમાં સફરજનપો પાક લેતા ખેડૂતોને આ વર્ષે 1000 કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. ભારે વરસાદને કારણે બગીચામાં તૈયાર થતા સફરજન ખરી પડ્યા અને તેનું ઉત્પાદન પણ ઘટી ગયું. હિમાચલ દર વર્ષે સફરજનના 3-4 કરોડ બોક્સનું ઉત્પાદન કરે છે. આ વખતે માત્ર એકથી 1.50 કરોડ બોક્સ જ થવાનો અંદાજ છે.
#WATCH | Uttarakhand: Due to landslide in Langha Jakhan village of Vikasnagar tehsil of Dehradun district, 15 houses and 7 cowsheds have been completely destroyed. 50 people from 16 families live in Jakhan village. No loss of life or animal was reported during the incident. All… pic.twitter.com/0thNopDTk4
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 17, 2023
બીજી તરફ, બુધવારે ઓડિશાના વિવિધ ભાગોમાં વીજળી પડવાથી 5 લોકોના મોત થયા છે અને 7 લોકો ઘાયલ થયા છે. બાલાસોરમાં ત્રણ અને ભદ્રક જિલ્લામાં એકનું મોત થયું હતું. બીજી તરફ મયુરભંજ જિલ્લામાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો.
ચોમાસામાં વિરામના કારણે પર્વતો પર વાદળો વરસ્યા હતા
ચોમાસામાં વિરામના કારણે દેશના ઘણા ભાગોમાં દુષ્કાળ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. આ વિરામને કારણે હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. નિષ્ણાતોના મતે, ‘જુલાઈ અને ઓગસ્ટ સૌથી વરસાદી મહિનો હોય છે. જ્યારે આમાં ચોમાસાનો વિરામ હોય છે, ત્યારે વાદળો પર્વતો પર છવાઈ જાય છે અને સૌથી વધુ વરસાદ પડે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5-7 દિવસ સુધી ચોમાસાનો વિરામ ચાલુ રહેવાની સંભાવના છે.
#WATCH | BS Rajput, Second in Command, 14 NDRF says "It has been more than 72 hours since the rescue operations started. We are using our special equipment to carry out rescue operations. A total of 120 personnel from NDRF, SDRF, Indian Army, Local Police and others are here at… pic.twitter.com/4xZbK8KIei
— ANI (@ANI) August 17, 2023
ભારે વરસાદ પડશે: ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા.
મધ્યમ વરસાદ થશેઃ ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, પૂર્વ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તટીય આંધ્ર પ્રદેશ, તમિલનાડુ.