અજઈં, પોલીસ હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ માટે બનેલા 2 ઇઇંઊંના 80 ક્વાર્ટર્સને પણ ખુલ્લા લોકાર્પણ
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા ખેડા ખાતેથી રૂા.348 કરોડના ખર્ચે સમગ્ર ગુજરાતના 25 જિલ્લાઓમાં પોલીસ માટે નવનિર્મિત બિન રહેણાંક અને રહેણાંક આવાસો સહિતના વિવિધ પ્રકલ્પોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જે અન્વયે પોલીસ હેડક્વાર્ટર, રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજકોટ પોલીસ માટે નવનિર્મિત બિન રહેણાંક અને રહેણાંક આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી, મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સહિતના મંત્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
રાજકોટમાં ગૃહમંત્રી અમિતભાઇ શાહના વર્ચ્યુઅલી કાર્યક્રમમાં રૂપિયા 3 કરોડના ખર્ચે બનેલું ડી.સી.પી.પોલીસ સ્ટેશન, રૂ. 4 કરોડના ખર્ચે બનેલું સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, પોલીસ સબ ઇન્સપેક્ટર માટે બનેલા 80 ક્વાર્ટર્સ, અજઈં, પોલીસ હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ માટે બનેલા 2 ઇઇંઊંના 80 ક્વાર્ટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગુહમંત્રી અમિતભાઈ શાહે સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપીને કાર્યક્રમની શરૂઆત કરતાં જણાવ્યું હતું કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ મોડલને અનુસરીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ગુજરાત રાજ્યનું સફળતાપૂર્વક નેતૃત્વ કરી રહ્યા છે. પોલીસ વિભાગના આધુનિકીકરણ અને વિકાસ માટે સમગ્ર ગુજરાતના 25 જિલ્લાઓમાં 348 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેના કારણે પોલીસ જવાનોની કાર્યક્ષમતામાં ઘણો વધારો થશે. છેલ્લા 20 વર્ષમાં રૂપિયા 3,840 કરોડના ખર્ચે 31,146 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર કાયદા વ્યવસ્થાને મજબૂત કરવા લડત આપી સઘન કામગીરી કરી રહ્યું છે. પોલીસ જવાનને એટલું જરૂર કહીશ કે તમે ગુજરાતનું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખવા માટે ગુજરાત સરકાર બેઠી છે.
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહાનુભવોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષથી ગુજરાત પોલીસ વિભાગને આધુનિક કરવા માટે સાતત્યપૂર્વક પ્રયાસો થઈ રહ્યા છે. ટેકનોલોજીના ઉપયોગથી પોલીસ જવાનો ગંભીર ગુનાઓ ઝડપથી ઉકેલી શકે તે માટે પ્રોજેકટ વિશ્વાસ, સી.સી.ટી.વી., નેત્રમ, ઈ-ગુજકોપ અને બોડી વોર્મર કેમેરા સહિતની સુવિધાઓ પોલીસ જવાનોને પુરી પાડવામાં આવી છે.