ધર્મની બેઠક પરથી સામાજિક શક્તિનું નિર્માણ કરવા સ-ધાર્મિક એવા વૈદિક વારસાના જતન-વહન કરવામાં પૂજ્ય ‘દાદા’ની તુલનામાં દીદી ઊણા ઉતર્યા છે!

  • અનિરુદ્ધ નકુમ

રાજકોટમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના અનોખા આધ્યાત્મિક સંપ્રદાયના અગણિત અનુયાયીઓ છેલ્લા કેટલાક દિવસોથી કૌતુકભરી નજરે ગજબનો ‘પ્રચાર’ નિહાળી અજબ આશ્ર્ચર્ય પામી રહ્યા છે. વાત છે ‘સ્વાધ્યાય પરિવાર’ નામે અધ્યાત્મક ક્રાંતિના ધરોહર એવા પાડુંરંગ શાસ્ત્રી આઠવલેજી પૂ.દાદાની જન્મ શતાબ્દીની. અખબારોમાં પૂ.દાદાની પ્રાગટ્ય-શતાબ્દીનો અભૂતપૂર્વ અહોભાવ પ્રગટ થઇ રહ્યો છે. અડધા-આખા પેજની કલરફુલ જાહેરાતોમાં પૂ.દાદાનો ભાવ વંદના થઇ રહી છે. જો કે પૂ.દાદા તેની સરાહનામાં ભક્તિની બેઠક પરને સર્જેલી સામાજિક મિશાલ જોતા અખબારોના પાના તો દૂર મેગેજીનો કે ગ્રંથોના ગ્રંથો પણ ટૂંકા પડે પરંતુ વાત કૈક જુદી હોય તેવું ચિત્ર ઉપસે છે. સ્વાધ્યાય પરિવાર તેની કર્ણોપકર્ણ સંદેશા-વ્યવહાર જેને સાદી ભાષામાં લાકડીઓ-તાર કહે છે માટે સુખ્યાત છે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીની હયાતીમાં એકનેએક ચઢિયાતા બે-સુમાર ભક્તિ સામેલનો વ્યવસ્થા સંચાલન વગેરે યોજાતા છતાં ક્યારેય આયોજન પૂર્વે તેની પ્રેસનોટ સુદ્ધાં આપવાની જરૂરિયાત રહેતી નહિ જાહેર-ખબરની તો વાત જ અસ્થાને હતી.રાજકોટમાં 1995ના માર્ચ મહિનામાં આવો જ એક વિશાલ “વ્ય્વસ્થા-સંચલન” નામે કાર્યકમ યોજાયો હતો.જેની સ્વય શિષ્ટાના વખાણ કરવા પત્રકારો પાસે શબ્દો ખૂટી પડયા હતા.આવા પ્રખર સંયમી શિસ્ત બદ્ધ અને સંસ્કારયુક્ત કૃતિશીલ-અનુયાયીઓને ભર્યા-ભાદેર્ય સ્વાધ્યાય-પરિવાર હાલમાં એક ગજબનું કૌતુક નિહાળી રહ્યા છે.
પૂ.દાદાની જન્મ શતાબ્દીની મસમોટી અને કલરફુલ જાહેરાતો નિહાળવાનું કૌતુક ભક્તો પોતાની આદર્શ ધર્મગુરુ પ્રત્યે આદર વ્યક્ત કરવા જાહેરાતો આપે છે તેમાં લેશમાત્ર ખોટું નથી ઘણા પોતાના ગુરુજનોની મૂર્તિ-પ્રતિષ્ઠા કરે છે મંદિરો બાંધે છે અને ગુરુ-દક્ષિણા રૂપે ગમ્મે તેટલા નાણાં ખર્ચવા પાછી પાણી કરતા નથી આ અહોભાવ આસ્થાને નથી. બલ્કે ભક્તોનો અધિકાર છે.આવી જ મનો:સ્થિતિ પૂજ્ય પાંડુરંગજીની જન્મ શતાબ્દીએ થતી સ્વાભાવિક અને યોગ્ય બંને છે.પરંતુ કોતુકની વાત મૂળભૂત સિદ્ધાંતોને ’હાંકે’ મીડિયા પ્રસિદ્ધિ તરફ વળવું લાકડીઓ તાર ફરી વાળ્યો હોય તેમ ચારેય દિશાઓને લગભગ એકસરખી પેટર્નની જાહેરખબરો આપવી ખાસ કરીને જાહેરાતમાં જન્મ શતાબ્દી નિમિત્તેના કોઈ કાર્યક્રમની જાહેરાત ન થવી અને પૂજ્ય દાદા સિવાય બીજા કોઈને સ્થાન ન આપવું એ ગજબનું અચરજભર્યું છે મુદ્દો વધુ સરળતાને સમજાય એટલે ઉદાહરણ ટાંકીએ કે શનિવારે ગિરનાર પર્વત એશિયાના સૌથી લાંબા રોપ-વેનું ડિજિટલ ઉટઘાટન વડાપ્રધાન ઉપરાંત મુક્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વગેરેનો પણ તસ્વીર ઉલ્લેખ હતો જ ને ? પૂજ્ય ‘દાદા’ની વૈદિક-સંસ્કૃતિક વિરાસતનું હાલમાં તેઓના પુત્રી પૂ.જય શ્રી દીદીજી જતન વહન કરી રહ્યા હોઈ,તેઓનો ક્યાંક તો ઉલ્લેખ સ્વાભાવિક જ ગણાયને? તેના બદલે નાટો તેમની તસ્વીર કોઈ જાહેરાતમાં દર્શાવાઈ કે ના તો કોઈ તેઓના નામનો ક્યાંય ઉલ્લેખ કરાયો છે.પૂ.દાદાનો જન્મ 19 ઑક્ટોમ્બર 1920ના રોજ થયો સમાજના પ્રતેય વર્ગના મનુષ્યને પોતીકા ગૌરવનો અહેસાસ કરાવનારા પૂજ્ય દાદાના જન્મ દિનને એટલે જ “મનુષ્યો ગૌરવ દિન” તરીકે ઉજવવામાં આવે છે 25મી ઓક્ટોમ્બર 2003માં પૂજ્ય દાદા સાહેબે અંતધ્યાન થયા એટલે આ બંને તારીખને જોડી આ વર્ષે 19 થી 25 ઓક્ટોમ્બર સુધી સ્વાધ્યાયીઓ મનુષ્ય ગૌરવ દિન ને બદલે સપ્તાહ માનવી રહ્યા છે. પરંતુ તાજ્જુબ એ વાતનું છે કે ’જન્મશતાબ્દી’ જેવા મહા-પર્વની સાપ્તાહિક ઉજવણીમાં નથી કોઈ વિશેસ કાર્યક્રમની જાહેરાત કે આયોજન થયા કે નથી પૂજ્ય જય શ્રી દીદી નો કોઈ સંદેશ પ્રગટ કરાયો કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં કોઈ સ્વાધિયાયીને પૂજ્ય જય શ્રી દીદીનું નામ કે તસ્વીર લેવાનું ન સુજે એવું બને? મીડિયામાં પ્રસારિત થઈ રહેલી જાહેરાતો રાજકોટ સૌરાષ્ટ કચ્છ સહિતના ગુજરાતના ગામે ગામ શહેરે શહેરના સ્વાધ્યાયીઓ છપાવી રહ્યા છે શું તમામે એક જ સરખી પેટર્નમાં જાહેર ખબર છાપવાનું સૂઝે તેવું બને? કોઈપણ સ્વાધ્યાયીને પૂજ્ય જય શ્રી દીદીનું નામ કે તસ્વીર મુકવાનું કેમ ન સુજ્યું? કે પછી આવી ચોક્કસ પ્રકારની જ જાહેરાતો પ્રસિદ્ધ કરવાનો ચારેય દિશાઓમાં ‘લાકડીઓ તાર’ કરી દેવાયો હતો?
સ્વાધ્યાય પરિવાર શોર્ય વષોને સંકળાયેલાએ પોતાનું નામ નહિ આપવાની શરતે આ પ્રકારના ” ગજબનો ગણાવી એવી આશંકાને વધુ દ્રઢ બનાવી હતી કે પૂજ્ય દાદાની આ જ પ્રકારે ભાવવંદના કરી અશલી સ્વાધ્યાયીઓએ જયશ્રી ડોડો સામે ધાર્મિક બળવો કે અસંતોષ બુદ્ધિપૂર્વક વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે વિશ્વ વિભૂતિ પૂ.પાંડુરંગ દાદાની પરમ-પવિત્ર વારસાને ’યથાવત’ સાચવવામાં અનેક પ્રયાસો છતાં પૂજ્ય જય શ્રી દીદી વિવાદોનેથી પર રહી શક્યા નથી. વળી પૂજ્ય દાદાની જેમ સાદગીભર્યા વાણી-વર્તનને પણ પૂજ્ય દીદી સ્વાધ્યાયીઓની અપેક્ષા પ્રમાણે ગ્રાહય રાખી શક્ય નથી પૂજ્ય દાદાનો પરમ વારસો વૈદિક હતો વૈભવી નહિ. માત્ર 22 વર્ષની વયથી જ તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં વૈદિક પ્રવચન આપવા લાગેલા પૂ.દાદા સંસ્કૃતના પ્રકાંડ જાણકાર અને ન્યાય વેદાંત તેમજ સાહિત્યમાં પણ પારંગત હતા વેદ,ઉપનિષદો સ્મુતિ પ્રાણોના જ્ઞાતા પૂજ્ય દાદા 1954માં જાપાનના શિમત્સુમાં દ્રિતીય વિશ્વ ધર્મ સંમેલનમાં વક્તા તરીકે આમન્ત્રિત હતા ત્યાં પ્રભાવક પ્રવચન બાદ એક ક્ષતાના પ્રશ્નેથી ” ગયેલા પૂજ્ય દાદાએ ભારત પરત ફરી ’સ્વાધ્યાય પરિવાર’ નામે સાંકૃતિક આંદોલન શરુ કર્યું અને 1956 માં થાણેમાં તત્વજ્ઞાન વિધ્યાપીઢની સ્થાપના કરી ત્યાર પછી તો પૂજ્ય દાદાના વિચારોએ વૈશ્વિક પ્રભાવ જમાવ્યો અને ભારત ઉપરાંત પુર્નગાલ અમેરિકા બ્રિટન કેનેડા સહિતના દેશોમાં લાખો અનુયાયીઓની ફોંજ તૈયાર થઈ ભારતના પણ એક લાખ ગામડામાં 50000થી વધુ કેન્દ્રોમાં કરોડો લોકો ’દાદા’ના વિચારો પ્રમાણે જીવવા લાગ્યા મફતનું લઈશ નહિ લાચારી અનુભવીશ નહિ લઘુતાગ્રંથિ છોડવી અને કાર્ય કરવાની શક્તિ તારામાં છે કામ કરતો ની હક મારતો ની મદદ તૈયાર છે…એવા વિચારોથી કોટિ કોટિ લોકો સાવ નિ:સહાય અવસ્થામાં જીવવાને બદલે મનુષ્ય હોવાનું ગૌરવ અનુભવવા લાગ્યા આ પ્રતાપ પૂજ્ય દાદાના કેવળ પ્રવચનનો નહિ બલ્કે તેઓની પ્રકૃતિનો પણ હતો દાદા જેવું બોલતા એવું જ જીવતા.
પરમ પ્રતાપી પુજયદાદા તેઓના અનન્ય યોગદાન બદલ 1997માં ટેમ્પલ્ટન એવોર્ડથી અને એજ વર્ષે ભારતનો શ્રેષ્ઠ નાગરિકી એવોર્ડ પદ્મવિભૂષણથી સન્માનિત થયા હતા આવી વિરલ વિભૂતિની ઘ્યાતી 2003 સુધી સ્વાધ્યાય પરિવારનો પ્રભાવ સમૂચા સંસાર પર સૂર્યની ભીતિ ઝળહળતો રહ્યો હતો. સંગઠન જૈવિક કે સમકાલીન એવા તમામ વિવાદોથી તદ્દન અલિપ્ત રહ્યું હતું પરંતુ તેઓના ‘અંતર્ધ્યાન’ થયા બાદ પૂજ્ય દીદી આ વારસો અપેક્ષાકૃત જાળવી ન શક્યાનો વસવસો લગભગ તમામ અશલી સ્વાધ્યાયી અનુભવી રહ્યા છે આ વાસવસો પણ વ્યક્ત ન કરવો એટલી હદની ‘આમાન્ય’ તેઓ જાળવતા રહ્યા છે પરંતુ આ વર્ષે પૂજ્યદાદાની જન્મ-શતાબ્દીનું પર્વ હોઈ તેઓની ’ભાવવંદના’ જે રીતે અખબારો સહિતના માધ્યમોમાં પ્રસિદ્ધ થઇ રહી છે તે દેખાય છે એટલી સહજ નથી ઊંડે ઊંડે પણ એવો અહેસાસ થઇ રહ્યો છે કે લોકો ‘દાદા’ને મિસ કહે છે. અને ‘દીદી’ પણ આ વિરહ-વિયોગ દૂર કરાવી શક્યા નથી…!!