ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તીને જેલ હવાલે કરાયો
ખાસ-ખબર સંવાદદાતા
ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાને જેલ હવાલે કરાયો. આજે મૌલાના મુફ્તી સલમાન અઝહરીને કોર્ટમાં રજૂ કરાયો હતો, જેને પગલે કોર્ટે મૌલાના મુફ્તીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. મૌલાના મુફ્તીના 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેનો મોડાસા કોર્ટમાં આજે શનિવારે 10.30 વાગે કોર્ટમાં રજૂ કરાયો હતો. ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી આરોપીના વકીલ સોમવારે તેની જામીન માટે અરજી કરશે. ગત 24 ડિસેમ્બરની રાત્રે ધાર્મિક કાર્યક્રમમાં મૌલાના મુફ્તીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. જેને પગલે મૌલાના મુફ્તી વિરુધ ફરિયાદ દાખલ થતાં તેની ધરપકડ કરાઈ હતી અને તેના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયાં હતા જે આજે પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયો હતો.આ સમગ્ર કેસની તપાસ ડિવાય એસપી કે. જે. ચૌધરીની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીને વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. મૌલના મુફ્તીએ જુનાગઢમાં પણ ભડકાઉ ભાષણ આપનાર મૌલાના વિરુદ્ધ ફરિયાદ નોંધાતા મુંબઈથી ગુજરાત પોલીસ અને એટીએસ દ્વારા મૌલાનાની ધરપકડ કરીને ગુજરાત લવાયો અને કોર્ટમાં રજુ કરાયો હતો.
મૌલાના મુફ્તી વિરુદ્ધ ધાર્મિક અને જઈ સમાજની લાગણી દુભાવવાના ભાષણનો આરોપ છે. આજે શનિવારે મૌલાનાને 10.30 વાગે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો મૌલાના મુફ્તીના કોર્ટે મંજૂર કરેલ 5 દિવસના રિમાન્ડ આજે શનિવારે પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ મૌલાનાને કોર્ટમાં રજૂ કરાયો હતો.