6 વર્ષથી ચાલતા ઓવરબ્રિજના કામને હાલમાં જ ખુલ્લો મુકાયો હતો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
સુરેન્દ્રનગર જિલ્લામાં ઉધોગોનું હબ તરીકે જાણીતા થાનગઢ ખાતે છેલ્લા 6 વર્ષથી 40 કરોડ કરતા વધુના ખર્ચે નિર્માણ થતા ઓવરબ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું નજરે પડી રહ્યું છે કારણ કે હજુ ઓવરબ્રિજ ખુલ્લો મુકાયાને એક વર્ષ પણ પૂર્ણ નથી થયું ત્યાં બ્રિજ પર મોટી તિરાડો અનેગબ્દ પડવા લાગ્યા છે. આ થાનગઢ શહેરને જોડતો આ ઓવરબ્રિજ કરોડોના ખર્ચે નિર્માણ થયા બાદ થાનગઢ વાસીઓએ બ્રિજ ખુલ્લો મૂકતા આનંદ વ્યક્ત કર્યો હતો પરંતુ સ્થાનિકોની આ આનંદ વધુ સમય સુધી ટકે તેમ નથી કારણ કે સતત છ વર્ષથી ચાલતા ઓવરબ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયો હોય તે પ્રકારે બ્રિજમાં તિરાડો નારી આખે દેખાય છે અને બ્રીજમાં ગાબડા પાડવાની પણ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે થાનગઢ ખાતે મોટાભાગે સિરામિક ઉધોગ આવેલા હોય અને ભારે વાહનો આ બ્રિજ પરથી પસાર થતા હોય જેના લીધે કોઈપણ સમયે બ્રિજ દુર્ઘટના સર્જાય તેવા એંધાણ પણ વર્તાય છે જેને લઇ કોઈ મોટો અકસ્માત ન થાય તે પૂર્વે તંત્ર દ્વારા નવનિર્માણ કરેલ ભ્રષ્ટાચાર રહિત ઓવરબ્રિજ નિર્માણ કરનાર કોન્ટ્રાકટર વિરુધ કાર્યવાહી કરી બ્રીજને ફરીથી સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.