પોલીસ તંત્ર દ્વારા ખોટી રીતે અવારનવાર કરાતી હેરાનગતિ અંગે નોટરીઓ સાથે રાજકોટ ડિસ્ટ્રિક્ટ નોટરી એસોસિએશન ખડેપગે રહેશે

નોટરીઓને મુશ્કેલીરૂપ પ્રશ્ર્નોનું નિવારણ કરવા ભારતીય જનતા પાર્ટી પ્રદેશના સહક્ધવીનર અનિલભાઈ દેસાઈ, સિનિયર એડવોકેટ પિયુષભાઈ શાહ, કમલેશભાઈ શાહ તથા રાજકોટ બાર એસો.ના પ્રમુખ અર્જુનભાઈ પટેલની આગેવાની હેઠળ રાજકોટ ડીસ્ટ્રીક્ટ નોટરી એસોસીએશનની સ્થાપના

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેર તથા જિલ્લામાં નોટરીઓના વિવિધ પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવાના હેતુથી નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટી પ્રદેશના સહક્ધવીનર અનિલભાઈ દેસાઈ તથા સિનિયર એડવોકેટ પિયુષભાઈ શાહ, કમલેશભાઈ શાહ તથા રાજકોટ બાર એસો.ના પ્રમુખ અર્જુનભાઈ પટેલની આગેવાની હેઠળ મળેલ નોટરીઓની મિટીંગમાં રાજકોટ ડીસ્ટ્રીક્ટ નોટરી એસોસીએશનની રચના કરવાનો નિર્ણય લેવાયો હતો. રાજકોટ ડીસ્ટ્રીક્ટ નોટરી એસોસીએશનના પ્રમુખ તરીકે એડવોકેટ-નોટરી ડી. ડી. મહેતાની સર્વાનુમત્તે વરણી કરાઈ હતી તેમજ અન્ય હોદ્દેદારોની પણ નિયુક્તિ કરાઈ હતી.
રાજકોટ ડીસ્ટ્રીક્ટ નોટરી એસોસીએશનના અન્ય હોદ્દેદારોમાં ઉપપ્રમુખ તરીકે એ. ટી. જાડેજા, સેક્રેટરી તરીકે શૈલેષકુમાર એમ. ભટ્ટ, જો. સેક્રેટરી તરીકે ભૂપેન્દ્રસિંહ વી. જાડેજા, ટ્રેઝરર તરીકે ભાવેશભાઈ રંગાણી તથા સંગઠન મંત્રી તરીકે અશોકભાઈ એમ. ડાંગરની નિમણુંક કરાઈ હતી. જ્યારે કારોબારી સભ્યો તરીકે સર્વે ગૌતમભાઈ એમ. ગાંધી, રૂષિભાઈ એન. જોશી, વિરેન્દ્ર એ. રાણીંગા, ઓમદેવસિંહ આર. જાડેજા, દિપક ડી. દવે, મહેશભાઈ કે. સવસાણી, પૂર્ણિમાબેન એચ. મહેતા, રશ્મીબેન જી. શેઠ, જગદીશભાઈ એમ. કુવાડીયા, આર. કે. દલ, સતીષ પી. નગવાડીયા તથા અજયસિંહ એમ. ચૌહાણની નિયુક્તિ કરાઈ છે. આગામી દિવસોમાં સિનિયર એડવોકેટોના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાના તમામ તાલુકાના નોટરીઓને સભ્ય બનાવી નોટરીઓનું સંગઠન બનાવવામાં આવશે.

રાજકોટ ડીસ્ટ્રીક્ટ નોટરી એસોસીએશનના માર્ગદર્શક મંડળમાં સિનિયર એડવોકેટ અને રાજકોટ શહેર લીગલ સેલના પૂર્વ ક્ધવીનર પીયુષભાઈ એમ. શાહ, રાજકોટ બાર એસો.ના પૂર્વ પ્રમુખ સંજયભાઈ જે. વ્યાસ, રાજકોટ બાર એસો.ના પૂર્વ સેક્રેટરી મનિષભાઈ એચ. ખખ્ખર તથા રાજકોટ બાર એસો.ના સેક્રેટરી પી. સી. વ્યાસ રહેશે અને આ સિનિયર એડવોકેટોના માર્ગદર્શન હેઠળ નોટરીઓના વિવિધ પ્રશ્ર્નો અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાશે તેમજ રાજકોટ બાર એસોસીએશનના નેજા તળે નોટરીઓના વિવિધ પ્રશ્ર્નોની સચોટ રજૂઆત કરાશે.

રાજકોટ ડીસ્ટ્રીક્ટ નોટરી એસોસીએશન દ્વારા આગામી દિવસોમાં રાજકોટના નોટરીઓને નોટરીયલ સ્ટેમ્પ ચલણ માટે એસ.બી.આઈ. બહુમાળી ભવન શાખામાં અઠવાડિયામાં સોમવાર અને ગુરુવાર બે દિવસ ફાળવવામાં આવેલ છે. આ બે દિવસોમાં બેન્કમાં ચલણ ભરવા માટે લાંબી લાઈનો લાગતી હોય નોટરીઓને મુશ્કેલી પડે છે, નોટરીઓને પડતી આ મુશ્કેલી નિવારવા સિવાય એસ.બી.આઈ., બહુમાળી ભવન શાખા સિવાય અન્ય બેન્ક કે શાખામાં નવી વ્યવસ્થા શરૂ કરવા રજૂઆત કરવામાં આવશે તેમજ નોટરીઓની નોટરીયલ સ્ટેમ્પના ચલણ હાલમાં ટ્રેઝરી કચેરી દ્વારા અઠવાડિયામાં બે દિવસ સોમવાર અને ગુરુવારે જ અપાય છે તેના બદલે અઠવાડિયામાં ચાર દિવસ ટ્રેઝરી કચેરી દ્વારા ચલણ અપાઈ તેવી વ્યવસ્થા ગોઠવવા પણ રજૂઆત કરાશે તેમજ પોલીસ તંત્ર દ્વારા ખોટી રીતે નોટરીઓને અવારનવાર હેરાનગતિ કરાતી હોવાની વ્યાપક ફરિયાદો આવતી હોય આવા કિસ્સામાં સંબંધિત નોટરી સાથે એસોસીએશન ખડેપગે રહી ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરશે.

રાજકોટ ડીસ્ટ્રીક્ટ નોટરી એસોસીએશનના નવનિયુક્ત હોદ્દેદારોની નિમણુંકને રાજ્ય કક્ષાના મંત્રી અરવિંદભાઈ રૈયાણી, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી તેમજ રેવન્યુ પ્રેક્ટિશ્નર એસો.ના પ્રમુખ એન. જે. પટેલ, એમ.એ.સી.પી. બારના પ્રમુખ અજયભાઈ જોશી, ક્રિમીનલ બારના પ્રમુખ તુષારભાઈ બસલાણી તથા સિનિયર એડવોકેટ રાજભા એચ. ઝાલા, રૂપરાજસિંહ પરમાર, જે. એફ. રાણા, હિતેન્દ્રસિંહ જાડેજા, પરેશભાઈ ઠાકર, ભગીરથસિંહ ડોડીયા, રક્ષિતભાઈ કલોલા, કમલેશભાઈ ડોડીયા, આબીદભાઈ સોસાન, તરૂણભાઈ માથુર, પંકજભાઈ કોઠારી, દિલેશભાઈ શાહ, કિશોરભાઈ સખીયા, કેતનભાઈ ગોસલીયા, જી. એલ. રામાણી, હિતેષભાઈ મહેતા, જીજ્ઞેશભાઈ શાહ, કિરીટભાઈ પાઠક, નિતેશ કથીરીયા, કિરીટભાઈ નકુમ, હિમાંશુ પારેખ, નિવીદભાઈ પારેખએ શુભેચ્છા પાઠવેલ.