ધર્મેશ પારેખનું નામ ફરિયાદમાં ઘુસાડી ખોટી રીતે ફસાવ્યાનો આક્ષેપ
ધર્મેશ પારેખે સોની વેપારી આપઘાત પ્રકરણમાં નાર્કો ટેસ્ટની માંગ કરી
- Advertisement -
ફરિયાદી હિરેન આડેસરાએ જ ધર્મેશ પારેખની ઓફિસમાંથી સોનુ ચોરેલું: ફરિયાદીએ બીટકોઇનમાં રૂપિયા હારી જતા આખું કારસ્તાન રચેલું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
રાજકોટમાં રહેતા સોની વેપારી અશ્વિન આડેસરાએ લીંબડી ખાતે કેટલાક વેપારીઓના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર પ્રકરણમાં એક નિર્દોષ વ્યક્તિ ધર્મેશ પારેખનું નામ લેવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી મીડિયામાં આવતા સોની વેપારી આપઘાત પ્રકરણમાં ધર્મેશ પારેખનું નામ તદ્દન પાયા અને પુરાવા વિહોણું છે. અલબત્ત સોની વેપારીના આપઘાત બાદ નોંધાયેલી ફરિયાદમાં પણ ધર્મેશ પારેખનું નામ ખોટી રીતે ઉમેરાયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
શ્રમજીવી સોસાયટીમાં રહેતા તેજસભાઈ વિનોદરાય આડેસરા (ઉ.વ.41)એ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધર્મેશ ભરત પારેખ, સુજલ ધર્મેશ પારેખ, આર્યન ધર્મેશ પારેખ, ધર્મેશનો ભાણેજ, ધર્મેશના બહેન અને ધર્મેશના બનેવીના નામ આપ્યા હતા. જેમાં ધર્મેશ ભરત પારેખનું નામ ખોટું લેવામાં આવી રહ્યું છે. ધર્મેશ પારેખે આ અંગે ખુલાસો કરી વાસ્તવિકતા જણાવતા કહ્યું હતું કે, મને અને મારા લાગતાવળગતાને ખોટી રીતે ફસાવી બદનામ કરવામાં આવી રહ્યા છે. હું નિર્દોષ છું તેના અનેક પુરાવાઓ છે, સમગ્ર સોની સમાજ મારી સાથે છે. આ કિસ્સામાં સત્યની જીત થશે.
- Advertisement -
વધુમાં ધર્મેશ પારેખે જણાવ્યું હતું કે, તેઓ સમગ્ર મામલે નિર્દોષ છે. આખાય પ્રકરણમાં કોઈ જ કારણ વગર તેમનું નામ લઈ તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે. મેં હંમેશા અશ્વિનભાઈને દેવાના ડુંગરમાંથી બહાર કાઢવા પ્રયત્ન કર્યા છે. તેમને દરેક પ્રકારનીબ આર્થિક-સામાજિક મદદ કરી હિંમત આપી છે. આ ઘટનામાં મૃતકના પરિવારજનો અને આરોપીઓનું નાર્કો ટેસ્ટ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. ફક્ત તેમને જ નહીં પોલીસને પણ આખાય પ્રકરણમાં ખોટી રીતે ફિટ કરવામાં આવી તદ્દન ખોટું ચિત્ર ઊભું કરવામાં આવ્યું છે. મૃતકના હેન્ડ રાઇટિંગનું ટેસ્ટ થઈ અક્ષર-હસ્તાક્ષરની ખાતરી થવી જોઈએ.
રાજકોટની શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને સોનીકામ કરતા અશ્વિનભાઇએ લીંબડીમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધાની ઘટનામાં લીંબડી પોલીસમાં ચાર વેપારી સામે ફરિયાદ નોંધાયા બાદ મૃતકના પરિવારજનોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના બે કર્મચારી સામે 30 લાખનું સોનું પડાવી લીધાન ગંભીર આક્ષેપો કર્યા બાદ આ આક્ષેપને પગલે ખાતાકીય તપાસનો હુકમ કરવામાં આવ્યો હતો અને બંને પોલીસમેનને સસ્પેન્ડ કરી જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવી હતી. જે મામલે નવો વળાંક ત્યારે આવ્યો હતો જ્યારે ખુદ ફરિયાદીએ જ સોની વેપારીઓ પાસેથી લીધેલુ સોનુ બીટકોઇનમાં હારી જતા આ કારસ્તાન કર્યુ હોવાનું સામે આવ્યું છે. જે મામલે ફરિયાદીનું એક વીડિયો પણ વાયરલ પણ થયેલ છે. હવે આ વીડિયો અંગે પણ ખીટી વાતો ઉભી કરવામાં આવી છે જે ગેરવાજબી છે. હું સંપૂર્ણપણે નિર્દોષ છું એવું ધર્મેશ પારેખે જણાવ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ થોડા દિવસ પહેલા હિરેન આડેસરા નામના સોની વેપારી મીડિયા સમક્ષ આવ્યા હતા અને જણાવ્યું હતું કે અમુક દિવસો પહેલા તેમના પિતાએ લીંબડી ખાતે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ ફરિયાદી હિરેન આડેસરા જ કબુલે છે તેમને ધર્મેશ પારેખની ઓફિસમાંથી સોનુ ચોર્યુ હતું અને તે બીટકોઇનમાં રૂપિયા હારી જતા આ કારસ્તાન રચ્યુ હતું. આમ, મૃતક સોની વેપારીના પરિવારજનો દ્વારા ધર્મેશ પારેખ નામની વ્યક્તિને ખોટી રીતે ફસાવવાનું કારસ્તાન રચવામાં આવ્યું હોવાનું તેમજ તેમને બદનામ કરી વધુ પૈસા પડાવવા આખું આયોજન કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.