મોરબીમાં જીલ્લામાં ’સ્વરછતા એ જ સેવા’અભિયાન અન્વયે રાજાવડલા ગ્રામ પંચાયત,વેજલપર ગ્રામ પંચાયત,રણજીતગઢ ગ્રામ પંચાયત સહિતની ગ્રામ પંચાયતોની કચેરીઓમાં રેકર્ડનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર રાજ્યમાં’સ્વરછતા એ જ સેવા’અભિયાન અંતર્ગત તમામ સરકારી કચેરીઓના રેકર્ડ વર્ગીકરણ,ભંગારનો નિકાલ,જુના વાહનોની હરાજી વગેરે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ અભિયાન અન્વયે મોરબી જીલ્લામાં વાંકાનેર તાલુકાની રાજાવડલા ગ્રામ પંચાયત,માળિયા તાલુકાની વેજલપર ગ્રામ પંચાયત,હળવદ તાલુકાની રણજીતગઢ ગ્રામ પંચાયત સહિતની વગેરે ગ્રામ પંચાયતોની કચેરીઓમાં રેકર્ડનું યોગ્ય રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું.