ડ્રગ્સ નાબુદી અભિયાન સંદર્ભે ‘રન ફોર જૂનાગઢ’ કાર્યક્રમ
5 અને 10 કિમિ.ની દોડમાં 24 હજાર લોકો જોડાયા: જૂનાગઢ પોલીસ પરિવારને ‘નશા મુક્ત’ અભિયાનને સફળતા મળી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્યના યુવાનો ડ્રગ્સ જેવા નશીલા સેવનથી દૂર રહે તેવા નશા મુક્ત અભિયાન રાજ્ય ભરમાં ચલાવાની મુહિમને રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા પ્રયાસો શરુ કર્યા છે ત્યારે જૂનાગઢમાં આજે નશા મુક્ત અભિયાન અંતર્ગત રન ફોર જૂનાગઢ કાર્યક્રમમાં ગૃહ મંત્રીની ઉપસ્થિતિમાં 28 હજાર લોકો જોડાયા છે ત્યારે જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાંજડીયા અને એસપી હર્ષદ મેહતા સહીત પોલીસ પરિવારને રન ફોર કાર્યક્રમને અભૂતપૂર્વ સફળતા મળી છે ડ્રગ્સ સહીત નશીલા સેવાનોમાં યુવાધન વધુ ન સપડાય તેવા ઉમદા હેતુસર જૂનાગઢમાં આજે નશા મુક્ત અભિયાન હેઠળ 5 કિમિ.માટે રન ફોરમાં 19 હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું જયારે 10 કિમિ.ની રન કોમ્પિટિશનમાં 5 હજાર લોકોનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
આમ કુલ 24 હજાર યુવક યુવતી સહીત મોટી ઉમરના લોકો જોડાયા છે જેમાં કૃષિ યુનિવર્સીટીના કેમ્પસ ખાતેથી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રન ફોર કાર્યક્રમ યોજાય રહ્યો છે.
રન ફોર જૂનાગઢ કાર્યક્રમને મળે અભૂતપૂર્વ સફળતા મળતા યુવાનો પણ બોહળી સંખ્યામાં જોડાયને નશા મુક્ત જૂનાગઢ સાથે જોડાયા છે ત્યારે અનેક દેશો આજે ડ્રગ્સ જેવા નશીલા સેવાનોની ચુંગલમાં જોવા મળેછે ત્યારે રાજ્ય અને જૂનાગઢના યુવાનો નશાથી દૂર રહે તેવા હેતુ થી રન ફોર જૂનાગઢમાં ગૃહ મંત્રી પણ સહભાગી થવા પધાર્યા છે ત્યારે યુવાનો નશા મુક્ત રહે તેવા સંકલ્પ સાથે રાજ્ય ભરમાં નશા મુક્ત અભિયાન તેજ કરવામાં આવશે અને લોકોમાં વધુમાં વધુ અવરનેશ આવે તેવા પ્રયાસો હાથ ધર્યા છે.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલ પણ ‘નશા મુક્ત’ અભિયાનમાં જોડાઇ
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં હજારો દર્દી સારવાર લેવા માટે આવે છે ત્યારે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડ દ્વારા પણ હોસ્પિટલમાં આવતા દર્દી સાથેના સગા સંબધીનું ચેકીંગ શરુ કરવામાં આવ્યું છે અને હોસ્પિટલમાં પ્રવેશ કરે તે પેહલા પણ બીડી સિગારેટ સહીતની ચીજ વસ્તુ કાઢી લેવાનું શરુ કર્યું છે અને જો હોસ્પિટલમાં કોઈ પણ બીડી સિગરેટ સહીત પિતા કે ખાતા પકડાય તો તેની સામે દંડની જોગવાય પ્રમાણે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે આમ જૂનાગઢ નશા મુક્ત અભિયાનને વધુ વેગ મળી રાહ્યો છે.