-ચેટજીપીટીએ મૌલિકતા અને રચનાત્મક ટેસ્ટમાં 100માંથી 100 ગુણ મેળવ્યા
ચેટજીપીટી આવવાથી કૃત્રિમ બુદ્ધિમતા (એઆઈ)ને લઈને અલગ અલગ ફેરફારો જોવા મળી રહ્યા છે. એક નવા અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, ચેટ જીપીટીની વિચારવાની ક્ષમતા દુનિયાના તેજતર્રાર લોકો જેવી છે.
- Advertisement -
સંશોધકોના જણાવ્યા અનુસાર આ એઆઈ ચેટબોટ શીર્ષ એક ટકા બુદ્ધિજીવીઓની બરાબર રચનાત્મક રીતે વિચારી શકે છે. કેનેડાના મોંટાના વિશ્ર્વ વિદ્યાલયમાં અધ્યયન થયું હતું. જે દરમિયાન ચેટજીપીટીએ પ્રવાહ, મૌલિકતા અને રચનાત્મક વિચારવાળા ટેસ્ટમાં સારો દેખાવ કર્યો હતો. સંશોધકોએ જણાવ્યું હતું કે, અધ્યયનના પરિણામોનો એઆઈના વિકાસ પર પ્રભાવ પડે છે. જેમ જેમ એઆઈ વિકસીત થશે, તે મૂળ વિચારની સાથે આવવામાં વધુ અધિક સક્ષમ થઈ જશે.
આ રીતે થયું અધ્યયન: ટોરેન્સ પરીક્ષણમાં બે અલગ અલગ રીતે મૂલ્યાંકન કરે છે. એક મૌખિક અને બીજુ આલંકારિક, મૌખિક મૂલ્યાંકનમાં પરીક્ષાર્થીઓને ચિત્ર કે મૌખિક સંકેત આપીને લેખિત જવાબ આપવા માટે કહેવામાં આવે છે, જયારે આલંકારિક માટે કોઈ ચિત્રને પુરું કરવાનું કહેવામાં આવે છે.
આ રહ્યું પરિણામ: અધ્યયન દરમિયાન પરીક્ષાર્થીઓએ આપેલા ઉતરોનો ઉપયોગ ત્રણ માનસિક વિશેષતાઓનું આકલન કરવામાં કરાયો હતો. તેમાં પ્રાસંગીક વિચારોની સંખ્યા, મૌલિકતા અને વિચારોની વિવિધતા પર ધ્યાન આપવામાં આવ્યું હતું.
- Advertisement -
આ સિવાય વિચારોને જોડવા, અસ્પષ્ટતાને સહન કરવાની ક્ષમતા અને શીર્ષક આપવાની ક્ષમતાનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એ જાણવા મળ્યું કે ચેટ જીપીટીની પ્રતિક્રિયા પ્રવાહ અને મૌલિકતામાં ટોચના સ્થાન પર હતી. જયારે લચીલાપનમાં પ્રતિક્રિયા સ્કોર 97 ટકા પર રહ્યો હતો.
શું છે ચેટજીપીટી?:
ચેટ જનરેટીવ પ્રી-ટ્રેન્ડ ટ્રાન્સફોર્મર (ચેટજીપીટી) એક એવું ટુલ (સાધન) છે જેનાથી યુઝર કોઈપણ સવાલનો જવાબ મેળવી શકે છે. જવાબ માટે તે ઈન્ટરનેટ પર મોજૂદ 2021 સુધીનો ડેટાબેઝ લે છે