– પંજાબ પોલીસે ખાસ તપાસ ટીમ રચી: મોબાઈલ ફોરેન્સીક લેબમાં મોકલાયા
ચંદીગઢની એક ખાનગી યુનિ.ની ગર્લ્સ-હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓના અશ્ર્લીલ વિડીયો વાયરલ થવાની ઘટનાઓમાં હવે એક મોટું રેકેટ કામ કરી રહ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે અને આ એમ.એમ.એસ. કાંડના છેડા છેક ગુજરાત અને મુંબઈ સુધી પહોંચ્યા છે તથા પંજાબ પોલીસની એક ખાસ ટીમ બન્ને રાજયમાં તપાસ માટે રવાના થઈ છે.
- Advertisement -
ચંદીગઢની ખાનગી યુનિ.ના ગર્લ્સ હોસ્ટેલની છાત્રાઓના નહાતા સહિતના સમયના વિડીયો બનાવીને તે અશ્ર્લીલ વિડીયો કોઈ ખાસ નેટવર્ક મારફત પોર્ન વેબસાઈટમાં મોકલાતા હતા જેમાં આ છાત્રાઓને બાદમાં બ્લેકમેઈલ પણ કરાતી હતી અને વધુ અશ્ર્લીલ વિડીયો ઉતારવા માટે કપડા ઉતારવા સહિતની ફરજ પણ પડાતી હતી તેવો ઘટસ્ફોટ થયો છે.
આ નેટવર્ક મુંબઈ અને ગુજરાતમાં પણ ફસાયું હોવાની શંકા પરથી હવે પંજાબ પોલીસના સિનીયર આઈપીએસ અધિકારી ગુરૂદીપ કૌર દિયોના નેતૃત્વમાં ત્રણ મહિલા પોલીસ અધિકારીઓને સમાવાતી ખાસ તપાસ ટીમ રચવામાં આવી છે અને તેમાં હવે સંભવત બ્લેક મેઈલનો ભોગ બનેલી છાત્રાઓને શોધીને તેના નિવેદન લઈને વધુ અપરાધીઓને ઝડપી લેવાશે.
આ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હોસ્ટેલની એક ગર્લને પહેલા પ્રેમજાળમાં ફસાવી તેને આ કામ કરવા મજબૂર કરવામાં આવી હતી અને બાદમાં તેને નાણા આપી વધુ વિડીયો ઉતારવા જણાવ્યું હતું.
- Advertisement -
જેનો એક તરફ આ વિડીયો સસ્તી પોર્ન વેબસાઈટ પર વેચાતા હતા અને કેટલાક વિડીયોના આધારે કોલેજ ગર્લને બ્લેક મેઈલ કરી તેનું શારીરિક પણ થયું હોવાનું પોલીસને શંકા છે.
આ કેસમાં ઝડપાયેલા ત્રણ આરોપીઓમાં ગર્લ હોસ્ટેલમાં રહેતી છાત્રા ઉપરાંત તેના બોયફ્રેન્ડ સની અને રંકજ વર્માના મોબાઈલમાંથી મુંબઈ અને ગુજરાતના ફોન નંબર મળ્યા છે અને તે ફોરેન્સીક લેબમાં મોકલાય છે જેથી ડીલીટ કરેલા વિડીયો પણ પરત મેળવી શકાય.