બ્રિટનના રાણી એલિઝાબેથ દ્વિતીયના શાસનની પ્લૅટિનમ ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. તે હાલ ૯૬ વર્ષનાં છે. તેમ જ તેમણે બ્રિટનની રાજગાદી પર 70 વર્ષ વિતાવ્યાં છે. તેમણે માત્ર ૨૫ વર્ષની ઉંમરે રાજગાદી સંભાળી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. રાણી લંડનના બકિંગહૅમ પૅલેસની બાલ્કનીમાં દેખાયાં હતાં. બ્રિટનના પ્રિન્સ હૅરી તેમ જ તેની પત્ની મેગને પણ આ ઉજવણીમાં ભાગ લીધો હતો. શાહી પરિવારના અન્ય સભ્યોએ ગઈ કાલે સવારે ટ્રુપિંગ ધ કલર ફેસ્ટિવલની શરૂઆત કરી હતી. પૅલેસમાંથી ત્રણ ગાડીઓ શાહી પરિવારના સભ્યોને લઈને નીકળી હતી.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, ભારતીય મૂળના યૂકે બેસ અભિનેતા અજય છાબડા તેમજ નટખટ પર્ફઓમન્સ કંપની આ સેલિબ્રેશનના આયોજન માટે પસંદ કરવામાં આવ્યા છે.
પ્લેટિનમ જુબલીના સેલિબ્રેશન કયારથી શરૂ થશે?
પ્લેટિનમ જુબલીનું સેલિબ્રેશન આજથી શરૂ થશે, જે 5 જૂન સુધી ચાલશે. આ સેલિબ્રેશનમાં બ્રિટનમાં મહારાણી એલિઝાબેથ દ્રિતીયના શાસનકાળના 70 વર્ષ પૂરા થવાની ખુશીમાં મનાવવામાં આવી રહ્યો છે.
- Advertisement -
કેકની અલગ-અલગ લેયર મહારાણીના શાસનકાળનું કરશે પ્રતિનિધિત્વ
પ્લેટિનિયમ જુબલી સેલિબ્રેશનની શરૂઆત લંડનમાં મોલની નીચે હોર્સ ગાર્ડસ પરેડથી થાય છે, જેમાં હજારો સૈનિકો દ્વારા પરેડ કરવામાં આવે છે. સંજના દક્ષિણ પ્રશાંતમાં ટોંગા અને સમોઆથી શરૂ થઇને કૈરિબિયનમાં હજારો જ્વલંત લાઇટ કરવામાં આવશે. તેની સાથે જ લંડન શહેરની ગિલ્ડહોલમાં રિસેપ્શન થશે, એપ્સમ ડર્બીમાં 40 જોકીની એક ફોટો લાઇનઅપ થશે. જયારે દેશ ભરમાં હજારો જુબલી લંચ હશે. ચાર દિવસ સુધી ધૂમધામથી પાર્ટિ અને પરેડ થશે.
રવિવારના પ્લેટિનિયમ જુબલી સેલિબ્રેશન પૂરૂ થશે, જેમાં મહારાણી એલિઝાબેથ માટે એક વિશાળ કેક હશે, જે મૂવ કરતી હશે, બોલિવુડના ગીત પણ વગાડવામાં આવશે. આ કેકની અલગ-અલગ લેયર મહારાણીના શાસનકાળ સિલ્વર, ગોલ્ડન, ડાયમંડ, અને પ્લેટિનિયમ જુબલીને પ્રતિનિધિત્વ કરશે.