ભારતીય અમેરિકી હરિણી લોગાનને પહેલા સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગબીથી બહાર કરી દેવામાં આવી હતી. પરંતુ બાદમાં તેને આ સ્પર્ધામાં ફરી શામેલ કરવામાં આવી. હકીકતે વિક્રમ રાજુ વિરૂદ્ધ જબરદસ્ત ટક્કરમાં તે ચાર શબ્દોથી ચુકી ગઈ હતી.
જેમાં એક શબ્દ એવો હતો જે તેને જીત અપાવી શકતો હતો. જોકે સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગબી પ્રતિયોગિતાનો શ્વાસ અધ્ધર કરી દેનાર પહેલા ટાઈબ્રેકર મુકાબલામાં હરિણીએ છેલ્લે આ જીત હાસિલ કરી જ લીધી. હરિણીની ઉંમર ફક્ત 13 વર્ષ છે.
- Advertisement -
હરિણીએ જીત્યો પુરસ્કાર
ટેક્સાસની 8માં ધોરણની વિદ્યાર્થીની 90 સેકેન્ડના સ્પેલ-ઓફ વખતે 21 શબ્દોના સ્પેલિંગ અને અર્થ સાચા બચાવ્યા અને વિક્રમ રાજુને છ અંકથી હરાવ્યો. હરિણી સ્પેલિંગબી પ્રતિયોગિતામાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિયોગીમાંથી એક છે અને પોતાની શિષ્ટતા અને સકારાત્મરતાના કારણે તે આયોજન સ્થળ પર રહેલા દરેક લોકોની ફેવરેટ બની ગઈ. તેણે 50,000 ડોલરથી વધારે નકદ અને પુરસ્કાર જીત્યું છે.
- Advertisement -
છેલ્લે સુધી ન માની હાર
હરિણીએ ખૂબ જ ઝડપથી જવાબ આપ્યા અને આખો સમય જીતની દોડમાં બની રહી. અંતમાં નિર્ણાયક મંડળે હરિણી અને વિક્રમના છેલ્લા પોઈન્ટ્સ જોયા બાદ જીતની પુષ્ટિ કરી છે.
હરિણી પાંચમી એવી સ્ક્રિપ્સ ચેમ્પિયન છે. જેના કોચ ગ્રેસ વોલ્ટર્સ છે. તે પૂર્વ સ્પેલર છે. સાથે જ ટેક્સન ફેલો અને રાઈસ યુનિવર્સિટીના વિદ્યાર્થી છે. આ પ્રતિયોગિતામાં ઘણા રાઉન્ડ હોય છે.
By correctly spelling 22 words in the Spell-off, the 2022 Scripps National Spelling Bee Champion is #Speller231 Harini Logan! #spellingbee pic.twitter.com/pl0NTznYVr
— Scripps National Spelling Bee (@ScrippsBee) June 3, 2022