ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ICC વનડે વર્લ્ડ કપ પહેલા રાહત મળી છે. એશિયા કપ પછી એક કેસના મામલે સીધા તેના ઘરે ગયા હતા.
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ICC વનડે વર્લ્ડ કપ પહેલા રાહત મળી છે. ઓસ્ટ્રેલિયા સામે રમાનાર વનડે સીરિઝ પહેલા મોહમ્મદ શમી કોલકાતામાં હતા. એશિયા કપ પછી એક કેસના મામલે સીધા તેના ઘરે ગયા હતા, જેમાં તેમને જામીન મળી ગયા છે. જેથી હવે આગામી સીરિઝમાં રમી શકે છે.
- Advertisement -
મોહમ્મદ શમીની પૂર્વ પત્ની હસીન જહાંએ મોહમ્મદ શમી પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. આ કેસ મામલે મોહમ્મદ શમી કોલકાતાની અલીપુર કોર્ટમાં હાજર રહ્યા હતા. એશિયા કપ ટુર્નામેન્ટ પૂર્ણ થયા પછી સીધા કોલકાતા ગયા હતા. મોહમ્મદ શમી મંગળવારે 19 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં હાજર રહ્યા હતા, જ્યાં તેમને જામીન આપવામાં આવ્યા હતા. હવે ભારતમાં ઓસ્ટ્રેલિયા સામે વનડે સીરિઝમાં રમી શકે છે અને પછી ICC ODI વર્લ્ડ કપમાં પણ મેદાન પર ઉતરશે.
શું છે સમગ્ર મામલો?
મોહમ્મદ શમીની પૂર્વ પત્ની હસીન જહાંએ વર્ષ 2018માં મોહમ્મદ શમી સામે ઘરેલુ હિંસા અને ક્રૂરતાનો કેસ દાખલ કર્યો હતો. હસીન જહાંએ મોહમ્મદ શમી પર આરોપ લગાવ્યો હતો લગ્ન પછી ઘરેલુ હિંસા અને મારઝૂડ કરતા હતા. આ મામલે સ્થાનિક અલીપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. મહિલા ફરિયાદ સેલ તરફથી મોહમ્મદ શમી અને તેના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી હતી.
મોહમ્મદ શમીને જામીન
22 સપ્ટેમ્બરના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝ રમવામાં આવશે. આ મેચ મોહાલીમાં રમવામાં આવશે. ઓસ્ટ્રેલિયા સામેની ટીમમાં મોહમ્મદ શમીને શામેલ કરવામાં આવ્યા છે, જેથી જામીન મળ્યા પછી પ્લેઈંગ 11નો પણ હિસ્સો બનશે.