ગુજરાતમાં સ્વતંત્રતા દિવસની સાંજે સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. આ તિવ્રતા 3.5ની રહી છે. લોકો તહેવારના માહોલમાં હાલમાં સૌરાષ્ટ્રમાં પહોંચ્યા છે. એકાએક 3.5ની તિવ્રતાના આંચકાઓ આવતાં લોકો રોડ પર દોડી આવ્યા હતા. આ આંચકાઓ ગણતરીની સેકન્ડ પૂરતા હોવા છતાં લોકોએ ભૂકંપનો અનુભવ કર્યો હતો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અવાર નવાર ભૂકંપના આંચકાઓ આવતા હોય છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ફોલ્ટીલાઈનને કારણે અનેકવાર લોકો ભૂકંપનો અનુભવ કરે છે.