દેશમાં એક તરફ લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે તો બીજી તરફ શેર માર્કેટ ખૂલતાની સાથે જ સેન્સેક્સમાં 600 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો.
અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારની સુસ્ત શરૂઆત થઈ હતી અને માર્કેટ લાલ નિશાન સાથે ખૂલ્યું હતું. દેશમાં એક તરફ લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે તો બીજી તરફ શેર માર્કેટ ખૂલતાની સાથે જ સેન્સેક્સમાં 600 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો.
- Advertisement -
હવે એ તો ખબર જ છે કે ગયા અઠવાડિયે પણ બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી એવામાં આ અઠવાડિયાની શરૂઆતમાં BSE સેન્સેક્સ 239.16 પોઈન્ટ ઘટીને 72,425.31 પર ખુલ્યો હતો.
જો કે એ બાદ વધુ ઘટાડો નોંધાયો હતો. એ બાદ BSE સેન્સેક્સ 743.60 પોઈન્ટ્સ અથવા 1.02 ટકાના ઘટાડા સાથે 71,921.87 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.તે જ સમયે નિફ્ટી પણ 0.51 ટકા અથવા 113 પોઇન્ટના ઘટાડા સાથે 21,941 પોઇન્ટ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
ટાટાના આ શેરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો
નિફ્ટીના શેરોમાં ટાટા મોટર્સમાં 7.51 ટકા, બીપીસીએલમાં 1.58 ટકા, હીરો મોટો કોર્પમાં 1.34 ટકા, જેએસડબલ્યુ સ્ટીલમાં 1.34 ટકા અને એસબીઆઈમાં 1.26 ટકાનો ઘટાડો નોંધાયો હતો. તે જ સમયે, સિપ્લાએ 5.77 ટકા, HDFC લાઇફ 1.59 ટકા, બ્રિટાનિયા 0.80 ટકા, આઇશર મોટર્સ 0.74 ટકા અને સન ફાર્મામાં 0.63 ટકાનો વધારો નોંધાયો હતો.