મતદાનના ચોથા તબક્કા વચ્ચે પશ્ચિમ બંગાળમાં ફરી હિંસા
ચોથા તબક્કાના મતદાન પહેલા ગઈકાલે મોડી સાંજે પશ્ચિમ બંગાળના પૂર્વ બર્ધમાન જિલ્લાના કેતુગ્રામ વિસ્તારમાં બોમ્બથી TMC કાર્યકરનું મોત થયું
- Advertisement -
લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે મોડી સાંજે પશ્ચિમ બંગાળના પૂર્વ બર્ધમાન જિલ્લાના કેતુગ્રામ વિસ્તારમાં બોમ્બથી TMC કાર્યકરનું મોત થયું હતું.
મળતી માહિતી મુજબ મૃતક TMC કાર્યકર મિન્ટુ શેખ (45) પોતાના એક સાથી સાથે મોટરસાઈકલ પર ઘરે જઈ રહ્યો હતો. રસ્તામાં કેટલાક લોકોએ અચાનક તેના પર હુમલો કર્યો. કથિત રીતે પહેલા મિન્ટુ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો અને બાદમાં તેના પર બોમ્બથી હુમલો કરવામાં આવતા તેનું મોત થયું હતું. ઘટના બાદ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને મામલાની તપાસ હાથ ધરી છે. ઘટનાને લઈને વિસ્તારમાં તંગદિલીનો માહોલ છે.
આસનસોલમાં હિંસા
- Advertisement -
#WATCH | Birbhum, West Bengal: BJP workers allege that their stall outside a polling station in Birbhum was vandalised by TMC workers pic.twitter.com/gFuAo3DRr2
— ANI (@ANI) May 13, 2024
આસનસોલ લોકસભા સીટના રાણીગંજ પોલીસ સ્ટેશનના એગ્રા વિસ્તારમાં આજે મતદાનની મોડી રાત્રે TMC કાર્યકરો પર ભાજપના કાર્યકરો પર હુમલો કરવાનો આરોપ છે. આરોપ છે કે, TMC કાર્યકર્તાઓએ રાતના અંધારામાં BJP કાર્યકર્તાઓને માર માર્યો હતો, જેમાં ઘણા BJP કાર્યકર્તાઓ ઘાયલ થયા હતા. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ભાજપ દ્વારા રાણીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બીરભૂમ જિલ્લામાં પણ હિંસાના સમાચાર છે. TMC પર બીરભૂમ જિલ્લાના શિવરી વિસ્તારમાં ચૂંટણી માટે ભાજપ દ્વારા બનાવવામાં આવેલા કામચલાઉ કેમ્પમાં તોડફોડ કરવાનો આરોપ છે.