ઓગષ્ટ સુધી શાકભાજી મોંઘા જ રહેશે: સીઝનલ અસર ઉપરાંત માંગ પણ વધુ: ગત વર્ષ કરતા ભાવમાં રૂા.10થી 40 પ્રતિ કિલો મળ્યા: એકંદરે ફુગાવો હજુ કાબુમાં પણ ખાદ્ય ફુગાવો ડબલ ડિજિટથી વધુ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.23
- Advertisement -
હાલ આકરા તાપનો સામનો કરી રહેલા લોકોને વધુ એક ‘તાપ’ પણ પરેશાન કરશે અને તે વધતા જતા શાકભાજીના ભાવ છે. આકરા ઉનાળાનો પ્રારંભ માર્ચ માસથી જ શરૂ થઈ ગયો હોવાથી એક તરફ શિયાળુ સીઝનના શાકભાજી માર્કેટમાંથી અદ્રશ્ય થઈ ગયા છે.તો બીજી તરફ ફેબ્રુઆરી બાદ બટાટા, ડુંગળી સહિતના શાકભાજી અને લીલા શાકભાજીના ભાવમાં વધારો થવા લાગવામાં નિષ્ણાંતો માને છે કે એક તરફ એકંદરે ફુગાવાની સ્થિતિ સંતોષકારક છે પણ હજુ ખાદ્ય ફુગાવો ઉંચા સ્તરે છે. શાકભાજીના ભાવમાં 0.4 થી 0.6% વધારો એ એકંદરે ખાદ્ય ફુગાવાને નવી ઉંચી સપાટીએ લઈ જઈ શકે છે.
દેશમાં ચોમાસા બાદના માવઠા સહિતના હવામાનના ફેરફારોમાં જે તિવ્રતા આવી છે તેની અસર શાકભાજી પર સૌથી વધુ થઈ છે અને હીટવેવથી શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. બેન્ક ઓફ બરોડાના ચીફ ઈકોનોમીસ્ટ મદન સંભવીના જણાવ્યા મુજબ આ સ્થિતિ જ ફુગાવાને ખાદ્ય ફુગાવાને ઉંચો રાખશે. દિલ્હી સહીતની બજારોમાં શાકભાજીના ઉંચા ભાવ હવે ખરીદનારાઓને પરેશાન કરી જ રહ્યા છે. જથ્થાબંધ અને છૂટક બન્ને બજારોમાં આ સ્થિતિ છે. ગત વર્ષ આ સમયે આકરા ઉનાળાનો અનુભવ થયો ન હતો તેથી કદાચ લોકો માટે મોટી પરેશાની હતી નહી. દરેક શાકભાજી જે ઉનાળામાં ઉપલબ્ધ બને છે તેના ભાવમાં પ્રતિ કિલો રૂા.10થી20નો વધારો હાલ થયો છે અને મે માસમાં જે વધુ ઉંચો જશે.
લસણ પણ ગત વર્ષે રૂા.80 પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતું તે હવે રૂા.240માં મળે છે અને હાલ માંગ પણ ઉંચી રહી છે જેના કારણે પણ ભાવ સપાટી ઉંચી જળવાઈ રહે છે. ગત વર્ષે બટેટાનો ફુગાવા ઈન્ડેકસ 12.4% હતો તે હવે 41% થયો છે. ડુંગળીમાં પણ ફુગાવા મુજબ ભાવની અસર જે ગત વર્ષે 12.4% હતી તે 41% દેખાઈ રહી છે. ગાજર જેવા પુરક શાકભાજીના ભાવ પણ ઉંચા ગયા છે.