ખાસ-ખબર સંવાદદાતા
દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રની અગ્નિપથ યોજનાને પડકાર આપનારી અરજીઓ કરનારાને પૂછ્યુ કે અગ્નિપથ સ્કીમ દ્વારા તેમના કયા અધિકારનું ઉલ્લંઘન થયુ છે? કોર્ટે કહ્યુ કે અગ્નિપથ સ્કીમ સ્વૈચ્છિક છે. જે લોકોને આનાથી કોઈ સમસ્યા છે તેમણે સેનામાં સામેલ થવુ જોઈએ નહીં. દિલ્હી હાઈકોર્ટે કહ્યુ કે ભરતી માટે અગ્નિપથ યોજના ઈન્ડિયન આર્મી, નૌસેના અને વાયુસેનાના વિશેષજ્ઞો દ્વારા બનાવવામાં આવી છે. જજ સૈન્ય વિશેષજ્ઞ નથી. ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જજ સુબ્રમણ્યમ પ્રસાદની બેન્ચે કહ્યુ, યોજનામાં શુ ખોટુ છે? એ જરૂરી નથી. સ્પષ્ટ રીતે કહુ તો અમે સેનાના નિષ્ણાત નથી. તમે (અરજીકર્તા) અને હુ વિશેષજ્ઞ નથી. આને આર્મી, નેવી અને એરફોર્સના એક્સપર્ટે ઘણા પ્રયત્નો બાદ તૈયાર કરી છે.
બેન્ચે કહ્યુ, સરકારે એક ખાસ નીતિ બનાવી છે. એ જરૂરી નથી, એ સ્વૈચ્છિક છે. તમારે એ સાબિત કરવુ પડશે કે અધિકાર છીનવી લેવાયા છે નહીં તો સામેલ ના થાવ. કોઈ મજબૂરી નથી. જો તમે સારા છો તો તમે તે બાદ (ચાર વર્ષ બાદ) સ્થાયી રીતે સેનામાં સામેલ કરી લેવામાં આવશો. શુ આપણે એ નક્કી કરનારા વ્યક્તિ છીએ કે આ યોજનાને ચાર વર્ષ કે પાંચ વર્ષ કે સાત વર્ષની કરી દેવી જોઈએ?
ઉલ્લેખનીય છેકે દિલ્હી હાઈકોર્ટ કેન્દ્રની અગ્નિપથ યોજનાને પડકારતી અરજીઓની સુનાવણી કરી રહી છે. અગ્નિપથ યોજના 14 જૂન 2022 ના રોજ સેનામાં યુવાનોની ભરતી માટે શરૂ કરવામાં આવી હતી. યોજનાના નિયમો મુજબ, 17 ટ થી 21 વર્ષની વય જૂથના યુવાનો અરજી કરવા પાત્ર છે. પરીક્ષામાં પાસ થવા પર તેમને ચાર વર્ષના કાર્યકાળ માટે સેનામાં સામેલ કરવામાં આવશે.