ટ્રેનિંગ લઈ રહ્યા છે ચાર એસ્ટ્રોનોટ: ચંદ્ર પર ચડાઈ પહેલા ભારતીય અંતરીક્ષ યાત્રીઓની ટીમને પૃથ્વીની નીચલી કક્ષામાં ઉતારવાની યોજના
ઈસરો ચીફ એસ.સોમનાથની મોટી જાહેરાત
ખાસ-ખબર સંવાદદાતા
ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3 ની સફળ લેન્ડીંગ બાદ ઈસરોએ ચંદ્રની સપાટી પર હવે વર્ષ 2040 સુધીમાં ભારતીય અંતરીક્ષ યાત્રીઓને ઉતારવાનું સપનું સેવ્યુ છે. ઈસરોનાં અધ્યક્ષ એસ.સોમનાથે જણાવ્યું હતું કે ચંદ્રયાન-3 ની સફળતા બાદ ચંદ્ર પર પહેલીવાર ભારતીય અંતરીક્ષ યાત્રીઓને મોકલવાની યોજના પર જોરશોરથી કામ થઈ રહ્યુ છે. જે માટે બે થી ત્રણ ભારતીય અંતરીક્ષ યાત્રીઓની એક ટીમને ત્રણ દિવસ સુધી પૃથ્વીની નીચલી કક્ષા (લીઓ)માં પહોંચાડવાની યોજના છે. ત્યારબાદ તેમને અગાઉથી નકકી ભારતીય જલ ક્ષેત્રમાં સુરક્ષીત રીતે પરત લાવવામાં આવશે.
મનોરમા પર બુક 2024 માટે એક સ્પેશ્યલ આર્ટીકલમાં સોમનાથે લખ્યુ છે કે ભારતીય વાયુસેનાનાં ચાર પરીક્ષણ પાયલોટોને મિશન માટે અંતરીક્ષ યાત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
હાલ આ પાયલોટો બેગ્લૂરૂમાં અંતરીક્ષ યાત્રી ટ્રેનીંગ સુવિધા (એટીએફ)માં મિશન સાથે જોડાયેલી ટ્રેનીંગ લઈ રહ્યા છે. પ્રથમ સમાનવ અંતરીક્ષ મિશન ગગનયાનમાં મહત્વની ટેકનોલોજીનો વિકાસ સામેલ છે.
ટેસ્ટ વ્હીકલ (ટીવી-ડી1) ની પહેલી વિકાસ ઉડાનને 21 ઓકટોબર 2023 માં સફળતા મળી હતી.
ઈસરો ચીફે જણાવ્યુ હતુ કે મિશન માટે માનવોને સુરક્ષીત રીતે ટ્રાન્સપોર્ટ કરવામાં સક્ષમ લોંચ વ્હીકલ (એચએલવીએમ-3)એક ક્રુ મોડયુલ (સીએમ) અને સર્વીસ મોડયુલ અને લાઈફ સપોર્ટ સિસ્ટમ વાળ, એક ઓર્બીટલ, મોડયુલ તૈયાર કરવામાં આવી રહ્યું છે ક્રુ મોડયુલ અંતરીક્ષમાં કેબીન ક્રુ માટે પૃથ્વી જેવા વાતાવરણવાળુ રહેવા યોગ્ય સ્થાન છે. તેને બીજીવાર ડીઝાઈન કરાયું છે. ઈમરજન્સી માટે ક્રુ એસ્કેપ સિસ્ટમ પણ સામેલ છે.