અદાણી વન- ICICIબેંકે એરપોર્ટ સાથે જોડાયેલા લાભો સાથે ભારતનું પ્રથમ ક્રેડિટ કાર્ડ લૉન્ચ કર્યું
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.4
અદાણી વન અને ICICIબેંકે આજે વિઝા સાથે સહયોગમાં એરપોર્ટ સાથે જોડાયેલા લાભો સાથે ભારતના સૌ પ્રથમ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ્સ બજારમાં પ્રસ્તુત કર્યા છે. અદાણી વન ICICIબેંક સિગ્નેચર ક્રેડિટ કાર્ડ અને અદાણી વન ICICI બેંક પ્લેટિનમ ક્રેડિટ કાર્ડ એમ બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ આ કાર્ડ એક વ્યાપક અને નોંધપાત્ર રીવોર્ડ્સ પ્રોગ્રામ ઓફર કરે છે. કાર્ડ ધારકોની જીવનશૈલીમાં ઉમેરો કરવા અને એરપોર્ટ અને મુસાફરીના તેમના અનુભવમાં વૃધ્ધિ માટે રચાયેલ અને લાભો સાથે આ કાર્ડ રજૂ કરવામાં આવી રહ્યું છે. અદાણી વન એપ જેવી અદાણી ગ્રુપ ક્ધઝ્યુમર ઇકોસિસ્ટમમાં ખર્ચ ઉપર 7% સુધી અદાણી રિવોર્ડ પોઈન્ટ તે ઓફર કરે છે, આ કાર્ડ મારફત વ્યક્તિ ફ્લાઈટ્સ, હોટલ, ટ્રેન, બસ અને કેબ બુક કરી શકે છે; અદાણી દ્વારા સંચાલિત એરપોર્ટ; અદાણી સીએનજી પંપ; અદાણી ઈલેક્ટ્રીસીટી બીલ અને ટ્રેનમેન, ઓનલાઈન ટ્રેન બુકીંગ પ્લેટફોર્મ.જેવા રસપ્રદ રીવોર્ડસ તેના આકર્ષક પાસાઓને તેણે ખુલ્લા મૂક્યા છે. કાર્ડ્સ મફત એર ટિકિટો અને પ્રિમીયમ લોન્જ એક્સેસ,પ્રણામ મીટ એન્ડ ગ્રીટ સેવા, પોર્ટર,વોલેટ અને પ્રિમીયર કાર પાર્કીંગ જેવા એરપોર્ટસ વિશેષાધિકાર સમેત સ્વાગત ફાયદાઓ સહિતના અનેક લાભો પણ આપે છે. કાર્ડ યુઝર્સને ડ્યુટી ફ્રી આઉટલેટ્સ અને એરપોર્ટ્સમાં ઋઇ પર ખરીદી ઉપર ડિસ્કાઉન્ટ અને ફ્રી મુવી ટિકીટ અને ગ્રોસરી, ઉપયોગી ચીજ વસ્તુઓ અને આંતર રાષ્ટ્રીય ખર્ચ ઉપર રીવોર્ડ પોઇન્ટ્સ જેવા વિશેષાધિકારો પણ મળે છે. શ્રેષ્ઠતા અને નવીનતા માટે તેની અજોડ પ્રતિષ્ઠાનો લાભ ઉઠાવનારી આ વ્યૂહાત્મક ભાગીદારી નાણાકીય ક્ષેત્રમાં અદાણી જૂથના પ્રથમ સાહસને ચિહ્નિત કરે છે.અદાણી વનનો હેતુ ICICI બેંક અને વિઝા સાથે સહયોગ સાધીને ક્ધઝ્યુમર ફાઇનાન્સના લેન્ડસ્કેપને પુન:વ્યાખ્યાયિત કરવાની દ્રષ્ટિ સાથે નવા ધોરણો સ્થાપિત કરવાનો છે.
- Advertisement -
આ ભાગીદારીનો હેતુ ગ્રાહકોને વિશિષ્ટ વિશેષાધિકારોની દુનિયાને ખુલ્લી મૂકતી વખતે ઉન્નત અને સીમલેસ ચુકવણીના અનુભવનો અહેસાસ કરાવવાનો છે. અદાણી ગ્રૂપના ડાયરેક્ટર શ્રી જીત અદાણીએ આ કાર્ડના લોન્ચિગ પ્રસંગે તેમનો ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ઈંઈઈંઈઈં બેન્ક અને વિઝા સાથેની આ અનોખી ભાગીદારી ગ્રાહક અનુભવમાં એક નવો માપદંડ સ્થાપિત કરશે અને અભિનવ અને શ્રેષ્ઠતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવશે.