નવા DEOને ચાર્જ સોંપાતા ગૌરી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ સહિત 8 સ્કૂલ સામે તપાસનો આદેશ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના પીપળીયા ગામે ગૌરી ઇંગ્લીશ મીડિયમ સ્કૂલ ડમી હોવાનો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જુલાઈ માસમાં પર્દાફાશ કર્યો હતો. જોકે, તેનાં 24 દિવસ બાદ ઋઈંછ નોંધાઈ હતી અને તેમાં 1 ગ્રાન્ટેડ અને 7 ખાનગી સ્કૂલના કનેકશન ખૂલ્યા હતા. તે વખતે તત્કાલિન જિલ્લા શિક્ષણ અધિકારી રાણીપા દ્વારા કાર્યવાહી તો દુર સિંગલ નોટિસ આપવાની તસ્દી ન લઈ સમગ્ર ઘટના પર ઢાંક પીછોડો કર્યો હતો. બાદમાં હવે કાયમી જિલ્લા શિક્ષણ અધિકારીએ જિલ્લા શિક્ષણ અધિકારીનો ચાર્જ સંભાળતા 8 સ્કૂલમાં તપાસ માટે ટીમ બનાવી હોવાનુ જાણવા મળી રહ્યું છે.
રાજકોટ ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ઉધાસ પાસેથી અગાઉ મળેલી માહિતી મુજબ, કાત્યાયનીબેન તિવારીની સ્કૂલની વિઝિટ કરવામાં આવી હતી. જેમાં રૂખસાનાબેન ઘેલાણીની ફરિયાદ હતી કે, ગૌરી અંગ્રેજી માધ્યમ સ્કૂલમાંથી લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવતું નથી. જે સમયે તેમના દ્વારા ધોરણ 5ની માર્કશીટ આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસને સાથે રાખી સ્કૂલમાં તપાસ કરવામાં આવતા ગૌરી ઇંગ્લીશ મીડિયમ સ્કૂલની ઓફિસમાંથી અક્ષર સ્કૂલની 11 તો રામકૃષ્ણ વિદ્યાલયની 2 માર્કશીટ ઉપરાંત નક્ષત્ર સ્કૂલના 6 લિવિંગ સર્ટિફિકેટ મળી આવ્યા હતા.
આ સાથે જ 25 વાલીઓ દ્વારા ફીની રસીદ આપવામાં આવી હતી. ઉપરાંત આ સ્કૂલમાં ઇકો કારમાં વિદ્યાર્થીઓને લઇ જતા ડ્રાઈવરનુ નિવેદન લેવામાં આવ્યું છે. જેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ ન હોવાનું સામે આવ્યું છે. ભૂતકાળમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી 16 વર્ષની તેમજ રેડ સમયે ફરજ બજાવતી 17 વર્ષની દીકરીએ નિવેદન આપ્યું હતું કે, સ્કૂલ દ્વારા તેમને પગાર આપવામાં આવ્યો નથી. 25 વાલીઓ દ્વારા ગૌરી સ્કૂલના પ્રશ્નપત્રો, ફીની રસીદ અને પરિણામ મળી આવ્યા હતા.
તે બાદ યુ ડાયસ ઉપર વિદ્યાર્થીઓનું ટ્રેકિંગ શરૂ કરવામાં આવતા અન્ય 5 સ્કૂલ મળી આવી હતી. જેમાં 5 વર્ષ પહેલા આ સ્કૂલમાં થયેલા એડમિશન મળી આવ્યા હતા, જેમાં નામ શ્યામ વિદ્યાવિહાર સ્કૂલનું હતું, જેનું નામ હવે બદલીને અક્ષર સ્કૂલ થઈ ગયું છે. આ ઉપરાંત એમ. બી. પટેલ સ્કૂલમાં ગૌરી સ્કૂલનો હાઇસ્કુલનો વિદ્યાર્થી ભણતો હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ ગૌરી સ્કૂલનો વિદ્યાર્થી કે, જેને રામદેવ વિદ્યાલયની હોલ ટિકિટ સાથે ધો. 10 બોર્ડની પરીક્ષા આપેલી હતી.
- Advertisement -
અને તેમાં તે વિદ્યાર્થી નાપાસ થયો હતો. ત્યારબાદ પણ તે વિદ્યાર્થીને ગૌરી સ્કૂલમાં ભણાવવામાં આવતો હતો અને ફી ઉઘરાવવામાં આવતી હતી.